ચાર દિવસમાં બીજા જૈન મુનિનું અવસાન, સંતે કહ્યું “આવી રીતે જ બલિદાન આપીશું” – વાંચો શું છે મામલો

જૈન તીર્થસ્થળમાં બીજા એક જૈન મુનિનું મૃત્યુ થયું. ગઈ કાલે રાત્રે 1 વાગ્યે મુનિ સમર્થ સાગરનું અવસાન થયું છે. ચાર દિવસમાં આ બીજા સંતનું મૃત્યુ…

જૈન તીર્થસ્થળમાં બીજા એક જૈન મુનિનું મૃત્યુ થયું. ગઈ કાલે રાત્રે 1 વાગ્યે મુનિ સમર્થ સાગરનું અવસાન થયું છે. ચાર દિવસમાં આ બીજા સંતનું મૃત્યુ થયું છે. જયારે લોકોને સમાચાર મળ્યા કે, મુનિએ દેહ ત્યાગ કર્યા છે, ત્યારે મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો મંદિરે આવી પહોંચ્યા હતા. 

છેલ્લા ચાર દિવસમાં આ બીજા સંત છે, જે કાળધર્મ પામ્યા છે. આ ઘટના પર સંત શશાંક સાગરે કહ્યું કે, ઝારખંડ સરકાર જ્યાં સુધી સમ્મેત શિખરને તીર્થસ્થળ જાહેર નહીં કરે ત્યાં સુધી તમામ મુનિ આવી રીતે જ બલિદાન આપશે. જૈન મંદિરમાં સમર્થસાગરજી ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતા.

આ મંદિર જયપુરના સાગાંનેર સ્થિત સંઘીજી દિગમ્બર જૈન મંદિરમાંની ઘટના છે. જૈન મુનિ સુજ્ઞેય સાગર મહારાજે 3 જાન્યુઆરીના રોજ દેહ ત્યાગ કર્યો હતો. અત્યારે આચાર્ય સુનિલ સાગર મહારાજ પ્રવાસ પર છે. તેમના સાનિધ્યમાં આજે સમર્થ સાગરજીને જૈન વિધિ સાથે સમાધિ આપવામાં આવી.

જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, જૈન મુનિ સમર્થસાગરે શુક્રવારે સવારે એક વાગે દેહ ત્યાગ કર્યો હતો. શ્રી સમ્મેત શિખરને બચાવવા કાળધર્મ પામ્યા. આ વાત હંમેશા યાદ રાખવામાં આવશે. સુનીલ સાગર મહારાજના શિષ્ય સમર્થસાગર મહારાજ આચાર્ય છે. ત્યારે સમર્થસાગરજીએ ધર્મસભા દરમિયાન ઉપવાસનો સંકલ્પ લીધો અને ત્યારથી તેઓ ઉપવાસ પર હતા.

પર્યટન સ્થળ અને ઇકો ટુરિઝમ એક્ટિવિટી પર કેન્દ્ર સરકાર દ્વારા ગુરૂવારના રોજ ત્રણ વર્ષ અગાઉ જારી કરાયેલા આદેશને પરત ખેંચી લેવામાં આવ્યો છે. તેમ છતાં પણ જયપુરમાં હજુ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જૈન સમાજ ના ભાઈઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન શરૂ રહેશે.

આચાર્ય શશાંક સાગર મહારાજે જણાવતા કહ્યું છે કે, જયપુરના બે મુની સંબંધ શિખર બચાવવા કાળ ધર્મ પામ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ અહીંયા આવીને સમર્થન પૂરું પાડવું જોઈએ અને જૈન સમાજ માટે પણ બોર્ડ બનાવવું જોઈએ. જેને કારણે જૈન સમાજની વાત સરકાર સુધી પહોંચી શકે.

જૈન સમાજની આ માંગ પર કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજે જણાવતા કહ્યું છે કે મુખ્યમંત્રી ગેહલોત રાષ્ટ્રપતિ સાથે ઇવેન્ટમાં હાલ જયપુર બહાર છે. તેઓ જ્યારે પાછા આવશે ત્યારે જૈન સમાજની વાત તેમના સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *