કોરોનાનો હાહાકાર: રસીના બંને ડોઝ લીધા બાદ પણ થયું મોત, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે આટલા લોકોના મૃત્યુ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

કોરોનાના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા લોકોને ખુબ જ અપીલ કરવામાં આવી રહી છે કે, કોરોનાથી બચવા માટે રસી લગાવવી જોઈએ. સાથે સાથે ઘણી સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને અપીલ કરી રહી છે કે, કોરોનાથી બચવા માટે વેક્સીન લેવી જોઈએ. જેને લઈને કેટલાય લોકોમાં વેક્સીન અંગે જાગૃતિ આવી ગઈ છે અને લોકો વેક્સીન લેવા માટે જઈ રહ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે બે લોકોના મોત થયા છે. જેનાં કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આમાંથી એક મૃત્યુ રત્નાગિરી અને એક ઘટના મુંબઈના ઘટકોપરની હોવાનું બહાર આવ્યું છે.

મુંબઈમાં ઘટકોપર વિસ્તારમાં રહેતા એક 63 વર્ષીય મહિલાનું જુલાઈમાં મોત થયું હતું જેની રિપોર્ટ હવે સામે આવી છે જેમાં ખુલાસો થયો હતો કે આ મહિલાએ રસીનાં બંને ડોઝ લઈ લીધા હતા અને છતાં તેમણે કોરોના થયાં બાદ મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં હજુ સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે બે મોત સામે આવ્યા હતા. આ અગાઉ રત્નાગિરી આ 13 જૂને એક 80 વર્ષીય મહિલાનું કોરોનાને લીધે મોત થયું હતું.

પરિવાર જનોને મળ્યા બાદ BMC નાં અધિકારીઓને માહિતી મળી હતી કે, તેમનું મોત 27 જુલાઇનાં રોજ થઈ ગયું હતું. ત્યાર બાદ અન્ય બે લોકો જે તેમના સંપર્કમાં આવ્યા હતા અને તે લોકોમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો હતો. 63 વર્ષીય દર્દીનું મોત ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે થયું હતું અને સંપર્કમાં આવેલ 6 લોકોમાંથી બીજા બે લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *