ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમ છે. તેનું એકમાત્ર કારણ છે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ. એટલેથી ના અટકતા રાજકારણમાં જ્યારથી આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણમંત્રી સિસોદિયા દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ખૂબજ ગરમાગરમી વાળું થઈ ચૂક્યું છે.
એક તરફ આમ આદમી પાર્ટી જ્યારે ભારત દેશમાં શિક્ષણ અને સ્વચ્છ રાજનીતિની વાતો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં જ સુરત વિપક્ષ નેતા આઠ પાસ છે. આ બધું આમ આદમી પાર્ટીમાં ઘણા બધા નેતાઓ છે. કે જેઓ અભણ છે. ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ ગુજરાતના શિક્ષણ મંત્રીને ચેલેન્જ આપતાં રાજકારણ વધુ પ્રમાણમાં છે.હાલ ગુજરાતના રાજકારણમાં આ મુદો ખુબ ચર્ચા પત્ર બની ગયો છે.
હાલ જ્યારે લોકો પણ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ખૂબજ ચર્ચા-વિચારણા કરી રહ્યા છે, હસી-મજાક પણ ખૂબ જ કરી રહ્યા છે. તો આ મુદ્દે જોક્સમાં ખુબ જ વાયરલ થયા છે. ત્યારે હાલ દિલ્હીના શિક્ષણ મંત્રી ફરી એકવાર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને પત્ર લખતા રાજકારણ વધારે ગરમાયું છે.
દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં ભાજપના મંત્રીઓ, ભાજપના પ્રવક્તાઓ, તેમજ ભાજપના ધારાસભ્યોને દિલ્હીની સરકારી શાળા જોવાનું જાહેરમાં આમંત્રણ પાઠવ્યું છે.
આટલેથી અટકતા નહીં, દિલ્હીના શિક્ષણમંત્રી મનોજ સિસોદિયાએ ઉલ્લેખ સાથે જણાવવામાં આવ્યું છે કે, ધારાસભ્યો અને શિક્ષણ મંત્રી દિલ્હીમાં ૭૦માંથી આવેલી કોઇપણ વિધાનસભાની સરકારી સ્કૂલો શાળાઓ જોવા માંગતા હોય, મુલાકાત કરવા માંગતા હોય, તો તેઓને ત્યાની વિધાનસભાની શાળાની મુલાકાત કરાવવામાં આવશે.
મનોજ સિસોદિયાએએ ગુજરાતના નેતાઓ મારફત કહ્યું છે કે, દિલ્હી સરકારના શિક્ષણમંત્રીની શિક્ષણ વિશે ચર્ચા કરવા આપને ચેલેન્જ આપવામાં આવી હતી. પરંતુ તમે ચેલેન્જ સ્વીકારી શક્યા નથી ત્યારે આ ફરીને દિલ્હી સરકારની શાળાઓ જોવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. હાલ હવે ગુજરાતીઓના મોઢે બસ એકજ વાત ચાલી રહી છે કે, શિક્ષણ ઉપર જાહેર ડિબેટ કરવાની ચેલેન્જથી ભાગી જનાર ભાજપના નેતાઓ હવે આ નિમંત્રણ સ્વીકારે છે કે નહિ તે જોવાનું રહ્યું!!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.