શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં લખશે નવો ઈતિહાસ? પરિવર્તન યાત્રાને મળતા સમર્થનને જોઇને ભાજપનું ટેન્શન વધ્યું

ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી(AAP)એ સુરતમાં પોતાનો પાયો મજબુત કરી દીધો છે. ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા,…

ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી(AAP)એ સુરતમાં પોતાનો પાયો મજબુત કરી દીધો છે. ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે કતારમાં છે. ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી તૈયારીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે.

આગામી 2022 વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો દાવો કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર 27 કાઉન્સિલરો જીત્યા બાદ આશા જાગી છે. આ જોતા છેલ્લા એક વર્ષમાં અમે વિપક્ષમાં રહીને પણ લોકોના હિત માટે કામ કર્યું છે.

આમ આદમીની પરિવર્તન યાત્રાએ તો ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગામડે ગામડે જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, અલગ-અલગ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આગામી વિધાનસભા ચુંટણીના પ્રચારમાં લાગી ગયા છે.

ગઈ કાલે કેશોદના અજાબ ખાતે પરિવર્તન યાત્રા દરમિયાન માનનીય ઇસુદાન ગઢવી અને પ્રવીણ રામની આગેવાનીમાં જન સભા યોજવામાં આવી હતી અને આ સભામાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગઈકાલે સુરતના ખટોદરા ખાતે હનુમાનજી મહારાજના દર્શન કરી સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય પરિષદ સદસ્ય (NC Member) રાકેશ હિરપરા તથા સંગઠન મંત્રી રામ ધડુકની ઉપસ્થિતિમાં પરિવર્તનયાત્રાનાં પાંચમા દિવસે લીંબાયત અને ઉધના વિધાનસભા વિસ્તારમાંથી પરિવર્તન યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો.

ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલ સપ્તાહમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને કૈલાશ ગઢવીએ મહંત કેશવ જીવણ સ્વામીજીના આશીર્વાદ લીધા હતા, વહેલી સવારે પ્રભાત ફેરી યોજી જેના કારણે શહેરની ગલીઓ ભજન કીર્તનથી ગુંજી ઉઠી હતી.

ઉધના વિધાનસભા, વિસાવદર, ખાંભલા ગામ(જુનાગઢ) તથા ભુજપુર (કચ્છ) ખાતે પણ પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને AAP નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લખપત, મહુડી ખાતે પણ પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પાંડેસરા અને વ્યારામાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પરિવર્તન યાત્રા દરમિયાન જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી તેમજ પી.પી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

AAPના સુરત પ્રભારી રામ ધડુક જાણો શું કહે છે?
આમ આદમી પાર્ટી મુદ્દાઓ પર લડાઈ લડી રહી છે. ગત વખતે પાર્ટી પાસે પાયાના સ્તરે કોઈ નેતા નહોતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં અમે વધુ મજબૂત બન્યા છીએ. આમ આદમી પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય અને બેરોજગારી પર લડાઈ લડી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ અમારો મુદ્દો રહેશે. આ અંગે લોકો અમને સમર્થન આપી રહ્યા છે. AAP આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા તૈયાર છે તેવું AAPના સુરત પ્રભારી રામ ધડુકે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *