ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોન(Omicron)નું સંક્રમણ પણ ખૂબ જ વધી રહ્યું છે. જ્યારે આ વધી રહેલા સંક્રમણને કારણે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પોતાના તમામ કાર્યક્રમો હાલ પુરતા રદ કરી દેવામાં આવ્યા છે.
ત્યારે હવે સરકારે કલા મહાકુંભ બાબતે મોટો નિર્ણય લીધો છે. સરકારે જણાવતા કહ્યું છે કે કલા મહાકુંભ 2021-22નું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયેલું છે. પરંતુ કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે આ કલા મહાકુંભ મોકૂફ રાખવામાં આવ્યો છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, શરૂ થનાર આ કલા મહાકુંભ સૂચના ના મળે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે છે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ હરોળમાં છે, જયારે આજે સુરતમાં પણ હવે નવા કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1105 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે, તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ સામે આવતા ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 સુધી પહોંચી ગયા છે.
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખુબ જ વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કોરોનાના કેસો રાજ્યમાં નોંધાઇ રહ્યા છે. જે કેસોને જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા હોય તેવું આ કેસોને જોતા લાગી રહ્યું છે. વધતા કેસને મુદ્દે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન આજ સાંજ સુધીમાં બહાર પડી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયંત્રણો પણ લાદવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેના સમયમાં વધારો થઇને 10થી 5 વાગ્યા સુધી સવારે થઇ શકે છે.
રાજ્યમાં લાગુ થઇ શકે છે આ કડક નિયમો:
મેટ્રો શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અવધિ વધારી શકાય છે. ધોરણ એક થી આઠના વર્ગોને ઓનલાઇન કરી શકાય છે. તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે. આવનારા તહેવાર પર લાગી શકે છે ગ્રહણ. સામાજિક મેળાવડા પર લાગી શકે છે પ્રતિબંધ. થિયેટર અને પાર્ક થઇ શકે છે બંધ. ચાની કીટલી અને પાનના ગલ્લા પણ થઈ શકે છે બંધ. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. બ્યુટી પાર્લર 50% ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.