સુરતમાં દીકરાને ઝેર પીવડાવી માતાએ પણ ગટગટાવી ઝેરી દવા- શું કામ આવું કરવા મજબુર બની માતા?

સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra)માં માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લેતા ચકચાર મચી જવા પામી છે. માતા-પુત્રને સ્મિમેર હોસ્પિટલ લઇ જવાતાં જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. માનસિક સંતુલન ગુમાવી દેતાં માતાએ પગલું ભર્યું હોવાની પરિવાર દ્વારા આશંકા વ્યકત કરવામાં આવી છે.

કચરો નાખવા જઈએ છીએ તેવું કહી ઘરેથી નીકળ્યાં અને…
મળતી માહિતી અનુસાર, નાના વરાછા શિવધારામાં રહેતા જીગ્નેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારના રોજ તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોર તેમની 30 વર્ષની પત્ની ચેતનાબેન તેમના એક વર્ષના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળી ગયા હતા. અંશ ઘરમાં રહેતો ન હોવાને કારણે તેને લઈ કચરૂ નાંખવા જઈ રહ્યા છે તેવું પાડોશી મહિલાને કહીને નીકળ્યા પછી ચેતનાબેન ઘરે પાછા ફર્યા ન હતા. આ દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

પત્ની અને પુત્ર ઘરે ન દેખાતાં પોલીસને કરવામાં આવી જાણ:
પ્રાપ્ત માહિતી અનુસાર, 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન જ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. બીજી બાજુ સાંજે કારખાનેથી ઘરે આવેલા જીગ્નેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન હોવાને કારણે તેમણે શોધખોળ શરુ કરી દીધી હતી.

પત્ની અને પુત્રનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ નાજીકથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને માહિતી મળતા તેમણે બન્નેનો ફોટો જીગ્નેશભાઈને બતાવ્યો હતો અને બન્નેની ઓળખ થઈ હતી. સમગ્ર બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માનસિક સંતુલન ગુમાવી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની આશંકા:
ચેતનાબેનના પતિ અને મામાએ જણાવતા કહ્યું હતું કે, ચેતનાબેન તામસી સ્વભાવના હતા. 3 વર્ષ પહેલા તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ત્યાર પછી તેમને કોઈ પારિવારિક મુશ્કેલીઓ ન હતી. ચેતનાબેને માનિસક સંતુલન ગુમાવી પગલું ભર્યું હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *