બ્લેક મિની ડ્રેસમાં દીપિકા પાદુકોણે સોશીયલ મીડિયામાં લગાવી આગ- 62 હજારની હિલ્સ અને 41 હજારનો ડ્રેસ

હમણાં થોડા દિવસોથી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની ફિલ્મ ‘ગહેરાઈયા’ (gehraiyaan) ના પ્રમોશનમાં વ્યસ્ત દેખાય રહી છે. તે દરમિયાન દીપિકા પાદુકોણ પોતાના હોટ તેમજ ઘાતક લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ દીપિકાનો એક અલગ જ અવતાર જોવા મળે છે. દીપિકા પાદુકોણ દરરોજ પોતાના અવનવા લૂકથી ચાહકોને પોતાની તરફ આકર્ષી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shaleena Nathani (@shaleenanathani)

આ શુક્રવારે દીપિકા પાદુકોણ બ્લેક કલરના ખૂબ જ સુંદર મિની બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણે આ ફોક્સ લેધર વન શોલ્ડર ડ્રેસમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કર્યું. દીપિકા પાદુકોણે આ ડ્રેસ સાથે Magda Butrym નો પોઈન્ટેડ ટો મ્યુલ પંપ એટલે કે ‘હિલ્સ’ પહેરી હતી. દીપિકા પાદુકોણે તેના આઉટફિટ અને હીલ્સને ગોલ્ડ ઈયરિંગ્સ સાથે મેચ કરી હતી.

મેકઅપની વાત કરીએ તો, દીપિકાએ સ્મોકી આઈ સાથે બ્લશ, હાઈલાઈટર અને લિપસ્ટિક લગાવી છે. દીપિકા પાદુકોણએ પોતાના ડ્રેસથી જ નહિ પરંતુ, તેની હીલ્સ દ્વારા પણ બધાનું ધ્યાન પોતાની તરફ કરી રહી છે. તે હિલ્સ ની કિંમત Magda Butrym ની વેબસાઈટ પર $830 છે જે લગભગ રૂપિયા 62,251 છે.

 

View this post on Instagram

 

A post shared by Shaleena Nathani (@shaleenanathani)

દીપિકા પાદુકોણનો સુંદર બોડીકોન ડ્રેસ હેલ્પર્ન નામની ક્લોથિંગ બ્રાન્ડનો છે. આ ડ્રેસની કિંમત લગભગ 552 ડોલર છે, એટલે કે ભારતમાં તે લગભગ 41 હજાર રૂપિયામાં ઉપલબ્ધ થશે. દીપિકા પાદુકોણનો આ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો દીપિકાના જોરદાર વખાણ કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. તેણે અગાઉ પણ લોંગ કોટ તેમજ ઓરેન્જ કલરનો કટ આઉટ ડ્રેસ પહેરીને લોકોનું ધ્યાન પોતાના તરફ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *