રૂબીના દિલૈકે પાણીમાં લગાવી આગ, પુલની આ હોટ તસ્વીરો જોઈ તમે પણ બોલી ઉઠશો ‘ઉફ….’

‘બિગ બોસ 14’ની વિનર રુબિના દિલૈક(Rubina Dilaik) તેના બેસ્ટ ફોટોશૂટ(Photoshoot)ને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં, રૂબીના દિલાઈકે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની કેટલીક તસવીરો શેર…

‘બિગ બોસ 14’ની વિનર રુબિના દિલૈક(Rubina Dilaik) તેના બેસ્ટ ફોટોશૂટ(Photoshoot)ને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં, રૂબીના દિલાઈકે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બિકીની(Bikini) પહેરીને પૂલ(Pool)માં પોઝ(Pose) આપતી જોવા મળી રહી છે.

રૂબીના દિલૈકની આ તસવીરો જોઈને તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. પ્રશંસકો ખુશ થવા ઉપરાંત તેનું ફિગર જોઈને પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ફોટો શેર કરતાં રૂબીનાએ કેપ્શનમાં બિકીની ઇમોજી અને પિંક હાર્ટ શેર કર્યું છે. તે પૂલમાં અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.

રૂબીના દિલૈકની પોસ્ટમાં 80 હજાર લોકોએ તેની તસવીરો પર પ્રતિક્રિયા આપી છે. ફેન્સ પણ અભિનેત્રીના આ ફોટાના વખાણ કરતા થાકતા નથી. રૂબીના દિલૈકના ફેન્સ તેને સુંદર, કિલર કહી રહ્યા છે. કોમેન્ટમાં તેને સુંદર જોઈને એક ફેને લખ્યું છે કે, કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે. આ સિવાય એકે કહ્યું કે તમારા જેવું સ્વીટ હોવું મુશ્કેલ છે.

હવે કામની વાત કરીએ તો રૂબીના દિલૈક ટૂંક સમયમાં જ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી-12’માં જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળોને રૂબીનાએ પોતે સમર્થન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂબીનાએ કહ્યું હતું કે, તે આમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે.

તમને જણાવી દઈએ કે, રૂબીના આગામી ફિલ્મ ‘અર્ધ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજપાલ યાદવ, અભિનેતા હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્રેમી રુબીના ટીવીની દુનિયાની સૌથી પસંદીદા અભિનેત્રીઓમાંની એક છે. જોકે, રૂબીના ઘણા ટીવી શોમાં જોવા મળી છે. પરંતુ, તેને તેની અસલી ઓળખ સલમાન ખાનના શો બિગ બોસથી મળી હતી. તે આ શોની વિનર રહી છે. આ સિવાય રૂબીના ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *