પોતાની સુરક્ષા પાછળ દીપિકા પાદુકોણ બૉડીગાર્ડ જલાલને ચૂકવે છે આટલા કરોડ રૂપિયા

હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે. બોલિવૂડ સ્ટાર્સ બૉડીગાર્ડ વિના ઘરની બહાર પગ પણ મૂકતા નથી ત્યારે તેઓ જ્યાં પણ જાય ત્યાં બૉડીગાર્ડ અચૂક સાથે લઈ જતા હોય છે. જેથી તેમની વચ્ચે ખાસ સંબંધો રહેલા હોય છે. વાત જ્યારે સુપરસ્ટાર્સ સલમાન ખાન, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણની કરીએ તો તેઓ બૉડીગાર્ડની સાથે સ્પેશિયલ બોન્ડ રાખતા હોય છે.

દીપિકાનો બૉડીગાર્ડ જલાલ:
દીપિકા પાદુકોણ સફળ એક્ટ્રેસમાંની એક છે તેમજ તે હાઇએસ્ટ ફી લે છે. એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. દીપિકાનો ચાહકવર્ગ ખુબ મોટો છે. દીપિકા જ્યારે પણ ઘરની બહાર પગ મૂકે ત્યારે ભીડ એકત્ર થઈ જતી હોય છે ત્યારે બૉડીગાર્ડ જલાલ દીપિકાની સુરક્ષા કરતો હોય છે.

બૉડીગાર્ડનો પગાર લાખો રૂપિયામાં:
દીપિકા પાદુકોણ બૉડીગાર્ડ જલાલને સ્ટાફ તરીકે જોતી નથી. દીપિકા દર વર્ષે રક્ષાબંધન પર તેને રાખડી પણ બાંધે છે. જલાલ દીપિકાની સુરક્ષામાં સંપૂર્ણપણે ધ્યાન આપે છે. જલાલનો પગાર વાર્ષિક 80 લાખ રૂપિયાથી લઈને 1.2 કરોડ રૂપિયા રહેલો છે.

લગ્નમાં જલાલના હાથમાં સુરક્ષાની વ્યવસ્થા હતી:
દીપિકા અને રણવીરે ઈટલીમાં લગ્ન કર્યા હતા ત્યારે સુરક્ષાની જવાબદારી જલાલના માથે હતી. જલાલ સિક્યોરિટીને હેડ હતો. દીપિકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ’83’, ‘પઠાન’, ”ધ ઇન્ટર્ન’, ‘ફાઇટર’માં જોવા મળશે. આની ઉપરાંત દીપિકા અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે પણ ફિલ્મ કરી રહી છે. દીપિકા દ્રૌપદીના જીવન પર આધારિત એક ફિલ્મમાં પણ લીડ રોલ પ્લે કરવા જઈ રહી છે.

અન્ય સ્ટાર્સના બૉડીગાર્ડની કમાણી:
ફક્ત જલાલ જ નહીં પણ બોલિવૂડ સ્ટાર્સના બૉડીગાર્ડ વર્ષે કરોડોની કમાણી કરે છે. સલમાન ખાનના બૉડીગાર્ડ શેરાનો પગાર વર્ષે 2 કરોડ રૂપિયા રહેલો છે. અનુષ્કા શર્માના બૉડીગાર્ડનો વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા રહેલો છે. શાહરુખ ખાનનો બૉડીગાર્ડ રવિ વર્ષ કુલ 2.7 કરોડ રૂપિયા લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *