સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમી રહ્યોહતો દેહવ્યાપારનો ધંધો, અચાનક પોલીસ ત્રાટકતા…

સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(Theft), છેતરપીંડી(Fraud) વેગેરેની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને…

સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(Theft), છેતરપીંડી(Fraud) વેગેરેની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર (Prostitution)ના ધંધાની ઘટનો પણ ખુબ જ વધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય કુટણખાના ઝડપી પાડ્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં વધુ એક સ્પાની આડમાં ચાલી રહેલું કુટણખાનું ઝડપાયું છે. પાલ આર.ટી.ઓની સામે મારવેલા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દુકાન નં.309 ‘LAASA FAMILY SPA’માં દરોડા પાડતા આ ખુલાસો થયો હતો. આ દુકાનના માલિક સુનીલ રમાશંકર પંડિત મૂળ યુપીના વાતની છે. તેઓ હાલ કામરેજ રોડના સિદ્ધિ વિનાયક રેસીડેન્સીમાં રહે છે.

તેમના ‘LAASA FAMILY SPA’માં થાઈલેન્ડની તેમજ ભારતીય યુવતીઓને મસાજના નામે નોકરી પર રાખી પોતાના આર્થિક ફાયદા માટે દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં આ કુટણખાનું ઝડપાયું હતું. તેમજ કસ્ટમરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે 56,000નો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *