ગુજરાત(Gujarat): રાજ્યમાં નવી સરકાર સતત કામગીરીમાં સક્રિય જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈને અનેક નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ(C.R.Patil) બોટાદની મુલાકાતે પહોચ્યા હતા.
મુલાકાત દરમિયાન ગઢડા(Gadhada)માં BAPS સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે દર્શન કર્યા હતા. બાદમાં સંતો-મહંતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રી અને પાટીલનું સ્વાગત કર્યું હતું. તો શ્રી ગોપીનાથ મહારાજના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે સી.આર.પાટીલે મુખ્યમંત્રીના બેમોઢે વખાણ કર્યા હતા. બાદમાં તાજમહેલ અને દિલ્હી અક્ષરધામ મંદીરને લઇને મોટું નિવેદન પણ આપ્યું હતું.
સી.આર. પાટીલે જણાવતા કહ્યું કે, તમે જે મંદિરોના નિર્માણ કરી રહ્યા છો, ત્યારે આવા મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ એ શંકા થાય છે. પાટીલે કહ્યું કે મે તો દિલ્હીનું અક્ષરધામ મંદિર અને તાજમહેલ બન્ને જોયેલા છે. કોઇને જો તાજમહેલ વધુ ગમ્યો હોય તો તેમની નજરમાં ખામી હોઈ શકે. મને એમ લાગે છે કે, તાજમહેલ કરતા દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ જોવાથી ધન્યતા અનુભવાય છે. એટલા જ માટે આવા મંદિરોના નિર્માણ થઇ રહ્યા છે. તેનાથી ઇતિહાસ ર્ચાવવાનો છે જે લોકોને પ્રેરણા મળશે અને દુનિયામાં દેશની છબીમાં પણ મોટા પ્રમાણમાં વધારો થશે.
CM ભૂપેન્દ્ર પટેલના બેમોઢે કર્યા વખાણ:
બોટાદ મુલાકાત દરમિયાન સી.આર પાટીલે મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. કહ્યું હતું કે, તેઓ સ્વભાવે ભોળા છે. વધુમાં પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે એક તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ ભોળા માણસ છે. વધુમાં જણાવતા કહ્યું કે, મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર મુખ્યમંત્રીને અમારે રોકવા પડે કે સાહેબ જાળવજો. પરંતુ સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ મુખ્યમંત્રીને છેતરી નહીં શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.