છ મહિના બાદ ભક્તો માટે આજથી ખુલશે જગવિખ્યાત દિલ્હી અક્ષરધામ મંદિરનાં દ્વાર – આટલા નિયમનું કરવું પડશે પાલન

લાંબી રાહ જોયા બાદ અક્ષરધામ (સ્વામિનારાયણ) મંદિરના દરવાજા મંગળવારે ખુલવા માટે જઈ રહ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન થયા પછી અક્ષરધામ…

લાંબી રાહ જોયા બાદ અક્ષરધામ (સ્વામિનારાયણ) મંદિરના દરવાજા મંગળવારે ખુલવા માટે જઈ રહ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન થયા પછી અક્ષરધામ મંદિરના દરવાજા પ્રથમ વખત ભક્તો માટે ખુલશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી અક્ષરધામ મંદિર સામાન્ય ભક્તો માટે બંધ હતું.

જો કે, ભક્તો માટે આ વ્યવસ્થા હજી મર્યાદિત છે. મળી રહેલ જાણકારી પ્રમાણે સાંજે 5:00 વાગ્યાથી લઈને 6:30 દરમિયાન ભક્તો અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ શકે છે. સાંજે 6:30 વાગ્યે મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિર બંધ કરવાનો સમય રાત્રે 8:15 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

ભક્તોએ મંદિરમાં જતા સમયે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આની ઉપરાંત એન્ટ્રી ગેટ પર થર્મલ ચેકિંગ પણ કરવામાં આવશે. દરેક વ્યક્તિએ તેમની સાથે સેનિટાઇઝર રાખવું પડશે અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે.

આની ઉપરાંત અક્ષરધામ મંદિરને દર્શન માટે ખોલવામાં આવ્યું છે પરંતુ ઝરણા, પ્રદર્શન અને અભિષેક મંડપ બંધ રાખવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી લોકોને સલામત રાખવા માટે, ફક્ત મંદિરને દર્શન માટે ખોલવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિરમાં સામાજિક અંતરના નિયમોને પગલે મંગળવારથી વોટર શો ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે. અહી નોંધપાત્ર વાત એ છે કે, અક્ષરધામ મંદિરમાં સહજ આનંદ નામના પ્રખ્યાત વોટર શોને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *