Delhi Building Collapsed: દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળ (Delhi Building Collapsed) નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 8થી 10 લોકો દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે.
અકસ્માત અંગે, ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ જણાવ્યું હતું કે, “આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ચારના મોત થયા હતા ચાર માળની ઇમારત ધસી પડતાં બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.
ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, “અહીં બે પુરુષો અને બે પુત્રવધૂ રહે છે. મોટી પુત્રવધૂને ત્રણ બાળકો છે, બીજી પુત્રવધૂને પણ ત્રણ બાળકો છે. અમને હાલમાં કંઈ ખબર નથી. તેઓ ક્યાંય દેખાતા નથી. ભાડૂઆતો પણ અહીં રહે છે. હાલમાં આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી.
#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera.
As per Delhi Police, “Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway”
(Source – local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR
— ANI (@ANI) April 19, 2025
બિલ્ડિંગમાં રહેતા હતા ત્રણ પરિવાર
શનિવારે વહેલી સવારે મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહાર વિસ્તારમાં એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન છે. બાકીના બે માળ પર ત્રણ પરિવારોના લગભગ 15 જેટલા લોકો રહેતા હતા.જેમાં એક પરિવારના સભ્યો કાટમાળમાં દટાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે. અન્ય લોકો બહાર આવી ગયા છે. કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App