ગઈકાલે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી માટેની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કોરોના ગાઈડ લાઈન્સ પણ જાહેર કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર મા સાત તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. હાલમાં દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન થોડા દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારે આવે તેમનો ફરીથી રિપોર્ટ કરાતા તેનું પરિણામ સામે આવ્યું છે.
ગઈકાલે કેજરીવાલ દ્વારા ઉત્તરાખંડમાં વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. સાથે સાથે ગોવા માં પણ વિધાનસભા ના ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી હતી.
Best wishes to all the candidates https://t.co/xxh1Ivsbkw
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 7, 2022
અગાઉ ચાર જાન્યુઆરીએ કોરોના સંક્રમિત થયેલા અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, પોતાને કોરોના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો અને જે પોઝીટીવ આવ્યો છે.
My best wishes to all the candidates. Goa wants change. https://t.co/7d80zU5FoL
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 7, 2022
હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અરવિંદ કેજરીવાલના સમર્થકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, હું કોરોનાથી સાજા થઈને તમારી સેવામાં હાજર થઈ ગયો છું. આમ આજે કરવામાં આવેલા રિપોર્ટમાં અરવિંદ કેજરીવાલ નેગેટિવ આવ્યા છે.
આ અગાઉ આજે સવારે તેમણે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે અત્યારે દિલ્હીમાં લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી અને જો લોકો માસ્ક પહેરશે તો લોકડાઉન થશે નહીં.
करोना से ठीक होकर मैं वापिस आपकी सेवा में हाज़िर हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.