વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ: લગ્નની ના પાડતાં સંકી પ્રેમીએ કોલેજની બહાર જ વિદ્યાર્થીનીની કરી નિર્મમ હત્યા

Kamla nehru college student Murder in Delhi: દિલ્હીના માલવિયા નગરમાં શુક્રવારે એક કોલેજ સ્ટુડન્ટ પર સળિયા વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.(Kamla nehru…

Kamla nehru college student Murder in Delhi: દિલ્હીના માલવિયા નગરમાં શુક્રવારે એક કોલેજ સ્ટુડન્ટ પર સળિયા વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.(Kamla nehru college student Murder in Delhi) હુમલામાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પીડિતાની ઓળખ કમલા નેહરુ કોલેજની વિદ્યાર્થિની નરગીસ તરીકે કરવામાં આવી હતી, તેના પર કોલેજ પરિસરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપી ઈરફાને પોલીસને જણાવ્યું કે પીડિતાએ તેના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેના પગલે તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના દિલ્હીની ઓરોબિંદો કોલેજ પાસેના પાર્કમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ આ વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, તે માલવિયા નગરમાં કોચિંગ ક્લાસમાં જતી હતી.

પીડિતાના પરિવારજનોએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી 
મળતી માહિતી અનુસાર પીડિતાના પરિવારે તેમના લગ્નને અસ્વીકાર કર્યો હતો અને નરગીસે ​​ઈરફાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. નરગીસે ​​વાત કરવાનું બંધ કર્યા બાદ આરોપીએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસને પીડિતાના શરીર પાસે એક સળિયો મળ્યો હતો અને તેના માથા પર ઈજાના નિશાન હતા. પોલીસ હત્યાના સંબંધમાં ઈરફાનની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં અરબિંદો કોલેજ પાસે 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો છે. તેના મૃતદેહ પાસે લોખંડનો સળિયો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતી પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. વધુ તપાસ ચાલુ છે.

સ્વાતિ માલીવાલે કહ્યું- દિલ્હી અત્યંત અસુરક્ષિત 
આ ઘટનાની નોંધ લેતા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે, માલવિયા નગર જેવા પોશ વિસ્તારમાં એક છોકરીને સળિયાથી મારવામાં આવી. દિલ્હી અત્યંત અસુરક્ષિત છે. તેનાથી કોઈને વાંધો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *