અહેવાલ છે કે ગરોળી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન સારાવન રેસ્ટોરન્ટમાં ખાવામાંથી ગરોળી મળી આવી છે. આ અંગે શનિવારે રાત્રે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા એક વ્યક્તિની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.
હકીકતમાં, દિલ્હીના ફતેહપુરી વિસ્તારમાં રહેતો પંકજ અગ્રવાલ તેના મિત્રો સાથે કનોટ પ્લેસ સ્થિત સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. પંકજે ડોસાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ સંભારમાંથી ગરોળી મરી ગયેલી મળતા હાલાકી વધી ગઈ હતી.
પંકજે રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓને પણ ફરિયાદ કરી હતી. આ પછી પંકજે આ મામલે પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે આઈપીસીની કલમ 269, 336 હેઠળ એફઆઈઆર નોંધી છે. પીડિતે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
પોલીસે હોટલમાં આ ઘટના મામલે પુછપરછ કરી હતી…
આઈપીસીની કલમ 269 નો અર્થ એવું કૃત્ય કર્યું કે જે કોઈને ગંભીર રોગનું કારણ બને છે અથવા તેના જીવનને જોખમમાં મૂકે છે. આઈપીસી 336 નો અર્થ માનવજાતને નુકસાન પહોંચાડવાનો છે. આ બંને કલમો હેઠળ રેસ્ટોરન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રેસ્ટોરન્ટના તમામ સ્ટાફ કૂક્સની માહિતી માંગી છે. તે જ સમયે, રસોઈ માટે વપરાયેલી ખાદ્ય ચીજોની પણ માહિતી માંગવામાં આવી છે.
A dead lizard found in sambar at most popular restaurant saravana Bhavan, Connaught Place (CP), New Delhi pic.twitter.com/yAwqBX7PvD
— Golden corner (@supermanleh) August 2, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP