દિલ્હીમાં કોરોનાએ મચાવ્યો કહેર, મૃતકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જગ્યા પડી રહી છે ઓછી

દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. વધતા સંક્રમણ વચ્ચે મૃત્યુના આંકડા પણ સતત વધી રહ્યા છે. નિગમબોધ ઘાટમાં વર્ષોથી અંતિમ સંસ્કાર કરાવી રહેલા…

દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. વધતા સંક્રમણ વચ્ચે મૃત્યુના આંકડા પણ સતત વધી રહ્યા છે. નિગમબોધ ઘાટમાં વર્ષોથી અંતિમ સંસ્કાર કરાવી રહેલા આચાર્યોનું પણ કહેવું છે કે આ કોરોના કાળમાં તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

છેલ્લા પંદર દિવસથી રોજના ૪૦થી ૫૦ મૃત શરીરોનો અંતિમ સંસ્કાર નિગમબોધના આચાર્ય અને તેમની ટીમ કરાવી રહી છે. હવે પરિસ્થિતિ એવી બની ગઇ છે કે હવે તેઓ થાકી ચૂક્યા છે. સતત વધી રહેલી લાશોને જોઈને તેઓ પણ હેરાન થઈ ગયા છે.

તેઓનું કહેવું છે કે જ્યારે કોરોનાથી મરનાર લોકોના મૃતશરીર વધારે આવવા લાગ્યા તો સરકારે ચાર અન્ય શમશાન ઘાટ ને તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે આજે સવારથી લગભગ ૨૦થી ૨૫ લોકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે અને બીજા પણ આવી શકે છે.

નિગમબોધ ઘાટમાં પરિસ્થિતિ હવે એવી છે કે જે 48 પ્લેટફોર્મ છે તે હવે આગળના દિવસોમાં ઓછા પડી રહ્યા છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે નદી કિનારે નવી ચિતાઓ માટે 25 વધારે જગ્યાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

સ્મશાન ઘાટ પર જગ્યાની અછત

દેશની રાજધાની દિલ્હીમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો આંકડો ૩૪ હજારને પાર પહોંચી ગયો છે તો બીજી તરફ મૃત્યુનો આંકડો પણ દરેક દિવસે વધતો જઈ રહ્યો છે. પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે કે સ્મશાન ઘાટમાં હવે જગ્યાની અછત પડી રહી છે.

આ જ કારણ છે કે દિલ્હીમાં જ્યાં પહેલા બે સ્મશાનઘાટ હતા તેને વધારીને ચાર કરી દેવામાં આવ્યા છે. સ્મશાન ઘાટમાં રોજના જેટલા પણ કોરોના દર્દીઓની લાશ લાવવામાં આવે છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેમાં પણ પાંચ થી છ કલાકનો સમય લાગે છે.

નિગમબોધ ઘાટ પર ઓછી પડી રહી છે જગ્યા

નિગમબોધ ઘાટમાં લોકોના અંતિમ સંસ્કાર માટે સૌથી વધારે પ્લેટફોર્મ છે. જેમાંથી આ દિવસોમાં 48 પ્લેટફોર્મ પર કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર થાય છે. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે આ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. એક પછી એક એમ્બ્યુલન્સ દ્વારા લાશોને અહીંયા લાવવામાં આવી રહી છે અને તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *