પોલીસ અધિકારીએ પોલીસની ગાડીમાં જ બંદુકની ગોળી મારીને કરી લીધો આપઘાત

હાલ એક પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરએ પોતાને ગોળી મારી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પીસીઆરના એક એએસઆઈએ પોતાને ગોળી મારી દીધી હતી. ઘાયલ પોલીસ…

હાલ એક પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરએ પોતાને ગોળી મારી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પીસીઆરના એક એએસઆઈએ પોતાને ગોળી મારી દીધી હતી. ઘાયલ પોલીસ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડાનો મામલો સામે આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેણે છાતીમાં ગોળી મારી હતી. મળતી માહિતી મુજબ મૃતક પોલીસ કર્મચારીની ઓળખ 55 વર્ષના તેજપાલ તરીકે થઈ છે.

મૃતક તેજપાલ પરિવાર સાથે ગાઝિયાબાદમાં રહેતો હતો. તેજપાલ 1986માં પોલીસમાં જોડાયો હતો. પ્રારંભિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ પારિવારિક કારણો જણાવાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર અધિકારીઓએ જણાવ્યું છે કે, સબ ઈન્સ્પેક્ટરએ તેમની સર્વિસ રિવોલ્વરથી પીસીઆર વાનમાં કથિત રીતે પોતાને ગોળી મારી હતી.

તે સમયે તેઓ પશ્ચિમ દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પર ફરજ પર હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસને સવારે સાત વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એએસઆઈએ છાતીમાં ગોળી મારી હતી. આ સમગ્ર ઘટના દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પર સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *