દિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલની સામે ઊભો રાખવા કોંગ્રેસ ભાજપને નથી મળી રહ્યો ઉમેદવાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી ની સૌથી હાઇ પ્રોફાઇલ માનવામાં આવતી સીટ નવી દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે નામાંકન દાખલ કર્યું.બીજેપીએ 57 અને કોંગ્રેસે 54 ઉમેદવારોનું લીસ્ટ…

દિલ્હી વિધાનસભા ચૂંટણી ની સૌથી હાઇ પ્રોફાઇલ માનવામાં આવતી સીટ નવી દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે નામાંકન દાખલ કર્યું.બીજેપીએ 57 અને કોંગ્રેસે 54 ઉમેદવારોનું લીસ્ટ ભલે જાહેર કરી દીધું છે પરંતુ બંને પાર્ટીઓએ અત્યાર સુધી કેજરીવાલની સામે નવી દિલ્હી સીટ પરથી પોતપોતાના ઉમેદવારો ની શોધ કરી શકી નથી. એવામાં હવે નામાંકન માં ફક્ત બે દિવસ જ બાકી રહ્યા છે.

નવી દિલ્હી સીટથી અરવિંદ કેજરીવાલ સામે બીજેપી અને કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે બધાની નજર તેના પર ટકી રહી છે.કેજરીવાલને ઘેરવા માટે બંને પાર્ટીઓ મજબૂત ઉમેદવાર ઉતારી સરપ્રાઈઝ આપશે કે પછી નબળા ઉમેદવારો દ્વારા વોકઓવર કરી દેશે, તેના પર હજુ કોઇ ચિત્ર સ્પષ્ટ થયું નથી.બીજેપી અને કોંગ્રેસના પહેલી યાદીમાં અત્યાર સુધી નવી દિલ્હી ની સીટ પર કોઈપણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

આમ આદમી પાર્ટીએ ગઈ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ચૂંટણીમાં તેઓએ પોતાના પાંચ વર્ષના કામને જ ચૂંટણી નો મુદ્દો બનાવ્યો છે. એવામાં અરવિંદ કેજરીવાલ સામે કોઇપણ ઉમેદવારને કડી ટક્કર જોવા મળશે. જો કે બીજેપી કોંગ્રેસ નવી દિલ્હી સીટ ઉપર મજબૂત ઉમેદવાર આપી કેજરીવાલ ના વિરુદ્ધ જબરદસ્ત ઘરે બંધી કરવા માંગે છે.

2015માં મેળવી હતી ઐતિહાસીક જીત

અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી હતી. વર્ષ 2015ના દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ની આગેવાનીમાં પાર્ટીએ જીતી ઈતિહાસીક કીર્તિમાન રચી નાખ્યો હતો. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની કુલ ૭૦ સીટોમાંથી 67 સીટ ઉપર કબજો જમાવ્યો હતો. ગઈ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે લગભગ ૨૬ હજાર વોટથી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *