નવી દિલ્હી: સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોની જાણ લઈને દિલ્હી પોલીસે ફાયરિંગનો કેસ નોંધ્યો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિએ તેના મિત્રનો જન્મદિવસ ઉજવતા સમયે ફાયરિંગ કર્યું હતું. પોલીસ તે વ્યક્તિ અને તેના મિત્રની પૂછપરછ કરી રહી છે.
થોડા દિવસો પહેલા મધરાતે સોસીયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં એક માણસ જન્મદિવસની ઉજવણીમાં ઘરની છત પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં છતની ઓળખ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, 4 ઓગસ્ટના રોજ સુમિત તંવર પોતાના મિત્ર સુશ્રીનો જન્મદિવસ પુષ્કર એન્ક્લેવ, પશ્ચિમ વિહારની ટેરેસ પર ઉજવી રહ્યો હતો. આ ઘર તેના મિત્ર અભિજિત અદાનાનું છે.
વીડિયોમાં સુમિત રિવોલ્વરથી હવામાં થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ઉજવણી કરતો જોવા મળે છે. પોલીસે પશ્ચિમ વિહાર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે. સુમિત તંવરના પિતા જયપુરમાં લેધર પ્રોડક્ટ્સની ફેક્ટરી ધરાવે છે અને સુમિત દિલ્હીમાં ફેક્ટરી અને ઓફિસ સંભાળે છે, જ્યારે અભિજિત અદાના પાસે પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે રિવોલ્વર અભિજીતની છે. રિવોલ્વર રિકવર કરવા માટે બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.