દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ‘મેક ઈન ઈન્ડિયા’ અને , ‘આત્મનિર્ભર’ ભારતના નારાઓને કેન્દ્ર સરકારની નિંદા કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ‘પાખંડી’ સાબિત થઈ છે. વિવિધ પ્રાદેશિક વિમાનમથકો પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડવા માટે ટેન્ડરમાં કંપનીઓના લાયકાત ધોરણમાં ફેરફાર અંગે હાઈ કોર્ટે આ નિંદાત્મક ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટની ખંડપીઠ, કેન્દ્ર સરકાર દ્વારા ઉડ્ડયન નીતિ, સલામતી અને સંશોધન માટેની અરજી પર સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે તેનો જવાબ માગતા કેન્દ્ર અને એએઆઈને નોટિસ ફટકારી હતી અને નિર્દેશ પણ આપ્યો હતો કે ટેન્ડરની ફાળવણીની માન્યતા અરજીના નિકાલ અંગેના નિર્ણય પર નિર્ભર રહેશે.
દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે રાજકીય નેતૃત્વ પર કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે, “એકદમ દુ: ખની વાત છે કે સરકાર એક તરફ ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર’ બનવાની વાત કરી રહી છે અને બીજી તરફ તે આવ ટેન્ડર બહાર જે નાની કંપની ઓને એરપોર્ટના સંચાલન થી વંચિત રાખે છે.
ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રજનીશ ભટનાગરની ખંડપીઠે કહ્યું કે, “ખરેખર એવું લાગે છે કે જો તમે ખરેખર આ લોકોને (નાની કંપનીઓ) કાઢી નાખવા માંગો છો, તો તેવું જ બોલો.” તમે તમારા ભાષણોમાં મોટી મોટી વાતો કરો છો. તમારી રાજકીય નેતૃત્વ, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારતની વાત કરે છે, તેઓ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પરંતુ તમારી ક્રિયાઓ તમારી વાત સાથે મેળ ખાતી નથી. તમે સંપૂર્ણ પાખંડી છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews