જહાંગીરપુરીમાં ફરી પથ્થરમારો, ફાયરીંગ કરનાર પોલીસ ટીમને કરવામાં આવી ટાર્ગેટ

જહાંગીરપુરી(Jahangirpuri)માં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જ્યારે પોલીસ ત્યાં ફાયરિંગ કરનાર આરોપીની પત્નીને લઈ જવા માંગતી હતી. ત્યારે લોકોએ ત્યાંની પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ પહેલા દિલ્હી(Delhi)ના જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. આ હિંસા બાદ અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હિંસામાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. જોકે, પથ્થરમારો થવા છતાં પોલીસની ટીમ મહિલાને લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, વીડિયોમાં ફાયરિંગ કરતો દેખાતો સોનુ તેની પત્નીને પોલીસે પકડી લીધી છે અને પૂછપરછ માટે લઇ જવામાં આવી છે. આરોપી સોનુ હાલ ફરાર છે, તે જહાંગીરપુરીના સી બ્લોકમાં રહે છે.

માતાએ કહ્યું- દીકરાએ ગુસ્સામાં ફાયરિંગ કર્યું:
જ્યારે આજતક ટીમ આરોપી સોનીના ઘરે પહોંચી તો તેની માતાએ કહ્યું કે તે દિવસે જહાંગીરપુરીમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન જ્યારે બજરંગ દળના લોકો આવ્યા તો પુત્રએ ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. સોનુ ચિકનનું કામ કરે છે. સોનુ હાલ ફરાર છે. સાથે જ તેના ભાઈ સલીમ ચિકનાની પોલીસે ધરપકડ કરી છે. આખો પરિવાર પશ્ચિમ બંગાળનો છે. માતાએ કહ્યું કે તેનો નાનો પુત્ર સલીમ હિંસામાં સામેલ ન હતો, તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

માતાએ કહ્યું, ‘હિન્દુ મુસ્લિમની લડાઈ ચાલી રહી હતી. તે ઉપવાસ તોડવા જઈ રહ્યો હતો. તેણે પિસ્તોલ છીનવી લીધી અને ગુસ્સામાં તેના પર ફાયરિંગ શરૂ કર્યું. પરંતુ કોઈને ઈજા થઈ નથી. સોનુની માતાએ કહ્યું કે તેનો પુત્ર ડરથી ભાગી ગયો છે. તેમજ પોલીસકર્મીઓએ આવીને તેના આખા ઘરની તલાશી લીધી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડમાં 21 લોકોમાં અસલમ અને અંસારનો પણ સમાવેશ થાય છે. અસલમ પર ફાયરિંગનો આરોપ છે. આ ઉપરાંત પોલીસ આ ઘટનાનો માસ્ટર માઇન્ડ અંસાર જણાવી રહી છે. પોલીસે બંને મુખ્ય આરોપીઓના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

જહાંગીરપુરીમાં શું થયું?
આ હનુમાન જયંતિ શોભા યાત્રા શનિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી નીકળી રહી હતી. આ યાત્રાને K બ્લોક સુધી જવાની હતી. જ્યારે આ શોભા યાત્રા 6.15 કલાકે સી બ્લોક ખાતે પહોંચી હતી. ત્યારબાદ નજીવી અથડામણ થઈ અને આ અથડામણ હિંસામાં ફેરવાઈ ગઈ. જહાંગીરપુરીની એફઆઈઆરમાં સૌથી મહત્વની વાત કહેવામાં આવી છે કે અંસાર નામનો વ્યક્તિ તેના 4 થી 5 સાથીઓ સાથે આવ્યો અને જુલૂસમાં સામેલ લોકો સાથે દલીલ કરવા લાગ્યો. અન્સારની ધરપકડ કરવામાં આવી છે, તે અગાઉ પણ ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો છે. અંસાર જહગીરપુરી વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે.

અત્યાર સુધી આ લોકોની કરવામાં આવી ધરપકડ:
જહાંગીરપુરી કેસમાં દિલ્હી પોલીસે શરૂઆતમાં 14 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઝાહિદ, અંસાર, શહઝાદ મુખત્યાર, મોહમ્મદ અલી, આમેર, અક્ષર, નૂર આલમ, અસલમ, ઝાકિર, અકરમ, ઈમ્તિયાઝ, મોહમ્મદ અલી અને આહીરનો સમાવેશ થાય છે. સાંજ સુધીમાં, દિલ્હી પોલીસે વધુ ચહેરાઓની ઓળખ કરી જેમાં સૂરજ, નીરજ, સુકેન, સુરેશ, સુજીત સરકાર, જહાંગીર પુરી જી બ્લોકના રહેવાસીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *