કોમી હિંસામાં સળગેલા દિલ્હીના જહાંગીરપુરીમાં ચાલ્યું બુલડોઝર -બોર્ડર જેવી સુરક્ષા વચ્ચે ડીમોલીશન જોવા ઉમટ્યા લોકો

Jahangirpuri Violence: હનુમાન જયંતિ(Hanuman Jayanti)ના શુભ અવસર પર, શોભા યાત્રા પર પથ્થરમારાને કારણે ચર્ચામાં આવેલા દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં અતિક્રમણ દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…

Jahangirpuri Violence: હનુમાન જયંતિ(Hanuman Jayanti)ના શુભ અવસર પર, શોભા યાત્રા પર પથ્થરમારાને કારણે ચર્ચામાં આવેલા દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં અતિક્રમણ દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16મી એપ્રિલે જ્યાં દંગાઓ થયા હતા ત્યાં બુલડોઝર ફેરવવામાં આવશે અને અહીં હાજર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે. આ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

NDMCએ 400 પોલીસકર્મીઓને તૈનાત કરવાની અપીલ કરી છે. એનડીએમસીના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા પોલીસને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમને 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યાથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મહિલા પોલીસ/બાહ્ય દળ સહિત કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. ઓછામાં ઓછા 400 પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ મેયરને પત્ર લખીને માંગ કરી છે કે જહાંગીરપુરીમાં તોફાનીઓના ગેરકાયદે બાંધકામોની ઓળખ કરવામાં આવે અને તેને તોડી પાડવામાં આવે. પત્રની નકલ મ્યુનિસિપલ કમિશનરને પણ મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં થયેલી હિંસા અંગે સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. હિંસાના મુખ્ય આરોપી અંસારને લઈને બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હનુમાન જયંતિના દિવસે મસ્જિદ નજીકથી ‘શોભાયાત્રા’ પસાર થઈ રહી હતી ત્યારે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. ‘શોભાયાત્રા’માં ધાર્મિક સંગીત વાગી રહ્યું હતું, એ જ સમયે મસ્જિદમાંથી અઝાનનો સમય થયો હતો. પહેલા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, બાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. બંને તરફથી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. વિસ્તારના મુસ્લિમોએ દાવો કર્યો છે કે જુલૂસમાં સામેલ લોકોએ હથિયારો સાથે મસ્જિદમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *