સુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે: સ્પામાં ગ્રાહકોને અપાતું 13.12 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું…

સુરત(surat): પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં…

સુરત(surat): પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસઓજીની ટીમ દ્વારા લગભગ 13.12 લાખનું MD ડ્રગ્સ સાથે સુરતમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરને નશામુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ પણ આ કારોબાર ચાલી રહ્યો છે અને યુવાધનને બરબાદ કરવા અનેક લોકો સક્રીય છે. આ દરમિયાન આવા જ નશાનો કારોબાર કરનાર ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને વાત મળી હતી કે, સચીન કપલેટા ચેક પોસ્ટ નજીક 10 લાખનું 100.260 ગ્રામ એમડી ડ્રગ્સ લઈને એક યુવક જઈ રહ્યો છે. બાતમી મળતા સોમવારે મોડીરાતે શહેરના સચીન કપલેટા ચેક પોસ્ટ નજીક ક્રાઇમબ્રાંચના સ્ટાફે કાર અટકાવી ચાલક પાસેથી 10 લાખનું 100.260 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડયું છે. કાર ચાલક દીકરી અને પત્નીને લઈને મુંબઇથી સુરત આવતો હતો. ક્રાઇમબ્રાંચે 10 લાખનું એમડી ડ્રગ્સ, 3 ફોન, રોકડ અને કાર મળી કુલ 13.12 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહેલ મોહંમદ સિદ્દીક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલા(52)(રહે, 203, ગ્રીન પાર્ક સોસા, રામનગર પાસે, રાંદેર, સુરત)ની ધરપકડ કરી છે. મોહંમદ સિદ્દીક મુંબઇથી રાજ નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યો હતો. આરોપીની દીકરી પ્રેગ્નેટ હોવાથી પોલીસે મા-દીકરીને જવા દીધા હતા. આરોપી મોહંમદ સિદ્દીક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ પહેલા પણ અઠવા પોલીસમાં મારામારી અને ઉમરા પોલીસમાં વાહનચોરીમાં પકડાયો હતો. સ્પાના સંચાલકો સ્પામાં આવતા ગ્રાહકોને લાંબો સમય આનંદ માણી શકે તે માટે સે ક્સ પાવર માટેની દવાની આડમાં આ એમડી ડ્રગ્સ આપતા હોવાની જાણકારી મળી રહી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી મોહંમદ સિદ્દીક મુંબઇથી એમડી ડ્રગ્સ લાવી સુરતના સ્પામાં સપ્લાય કરતો હતો. સ્પામાં સપ્લાય કરવા માટે એક સ્પાનો સંચાલક પણ સામેલ હોવાની શંકા છે અને તે પોશ વિસ્તારોના સ્પામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હોય પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. 1 વર્ષથી ગ્રાહકો આરોપી સાથે વોટસએપ કોલ પર ‘પંજી આ ગયા કયા’ એમ કહી વાત કરતા હતા. ગ્રાહકો કોન સા માલ હૈ તો આરોપી સફેદ અને પીલા કહી વાત કરતો હતો. પંજી એટલે 5 ગ્રામ એમડી જેની કિંમત 10 હજાર છે. જયારે એક ગ્રામના 1200 થી 1300 લેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *