હાથમાં મશીનગન અને દંડા હોવા છતાં પોલીસકર્મી 15 ફૂટ ઊંચી દિવાલ પરથી જીવ બચાવવા કૂદકા માર્યા – જુઓ વિડીયો

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન ભડકેલી હિંસા બાદ દિલ્હી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન લાલ કિલ્લા પર કરવામાં આવેલી તોડફોડના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાલ કિલ્લા પર લગાવવામાં આવેલી સ્કેનિંગ મશીન અને સીસીટીવી તેમજ ફર્નિચરની પણ તોડફોડ કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ વાન, પોલીસ જીપ સહિતના વાહનો પણ તોડવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ દ્વારા એવો હોબાળો મચાવવામાં આવ્યો હતો કે, પોલીસ કર્મીઓએ જીવ બચાવવા નાસી છુટવું પડ્યું હતું. મોટી સંખ્યામાં ઉપદ્વવીઓ લાલ કિલ્લામાં ઘૂસી ગયા હતા અને આંતક મચાવીને તોડફોડ શરુ કરી હતી.

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 22 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ઉપ્દ્રવીઓ દ્વારા લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન દિલ્હી પોલીસના 300 જેટલા જવાન ઘાયલ થયા છે. શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલુ વિરોધ પ્રદર્શન જોતજોતામાં હિંસક બન્યું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આઈટીઓ પાસે ગાજીપુર અને સિંધુ બોર્ડર પર આવેલા ખેડૂતો દ્વારા લુટિયન ઝોન તરફ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આ ખેડૂતોને રોકતા ખેડૂતો આંદોલન કરવા માટે ઉગ્ર બન્યા હતા. આ દરમિયાન એક ટ્રેક્ટરના ચાલકે પોલીસ જવાન પર ટ્રેક્ટર ચડાવી દેવાની કોશિશ કરી હતી. અને

આ ઉપરાંત બીજી બાજુ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલે ગૃહ મંત્રાલયે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક બોલાવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીની બોર્ડર પર સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *