સોનુ સૂદે રાજકારણમાં આવવાને લઈ કરી મોટી જાહેરાત- કહ્યું: એવું કે…

Published on: 6:47 pm, Wed, 16 June 21

બોલીવુડના એક માત્ર એક્ટર સોનું સુદજે મહામારીમાં લોકોને ઘણી મદદ કરી છે જેથી તેના ફેનમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો તેમને ખૂબ જ પ્રેમ આપે છે. જ્યારે તે ઘરની બહાર નીકળે છે ત્યારે તેને મળવા માટે લોકોની ભીડ ભેગી થઈ જાય છે. સોનુ આ બધાથી ભાગતો નથી પરંતુ દરેક ફેનને મળે છે. તેમની ઉદારતા જોઈને લોકો તેને વારંવાર એક સવાલ પૂછે છે કે, શું તમે રાજકારણમાં પગ મૂકવા જઇ રહ્યો છે? હમણાં સુધી સોનુ સૂદ આ અંગે વાત કરતો નહોતો. પરંતુ આ વખતે સોનુ સૂદે એક જવાબ આપ્યો છે.

ત્યારે એક ઇન્ટરવ્યુમાં સોનુ સૂદે કહ્યું કંઈક એવું કે, હવે ચાહકોને લાગવા માંડ્યું છે કે આજે નહીં તો આવતીકાલે સોનુ રાજકારણમાં પ્રવેશ કરશે. ઘણા લોકો માને છે કે, સોનુ સમાજ સેવા કરીને રાજકારણમાં પગ મુકવાની તૈયારી કરી ચૂક્યો છે. આ બાબતે સોનુ સૂદે કહ્યું હતું કે, રાજકારણ એક અદ્ભુત ફિલ્ડ છે. અફસોસ એ છે કે, લોકોએ તેને રંગ આપ્યો છે. હું રાજકારણની વિરુદ્ધ નથી, પરંતુ મને લાગે છે કે એક અભિનેતા તરીકે મારે ઘણું કરવાનું બાકી છે.

વધુમાં સોનું સુદે કહ્યું કે, ‘હું મારા પોતાનો રસ્તા ખુદ બનાવું છું. મેં ક્યારેય કોઈ પ્રોટોકોલ અનુસર્યો નથી. હું રાજકારણનો વિરોધ કરતો નથી, પણ હું હજી તૈયાર નથી. હું હજી પણ લોકોને મદદ કરું છું. રાજકારણી બનવા માટે ઘણી તૈયારી કરવી પડે છે. જ્યારે મને લાગે છે કે, હું હવે તૈયાર છું ત્યારે છતની ટોચ પર ચઢીશ અને કહીશ કે હા હું રાજકારણમાં આવવા તૈયાર છું.

જો કે આ વાતથી એવું લાગે છે કે, સોનુએ રાજકારણ તરફ આવવાનું મન વધારે છે અને તે જલ્દીથી રાજકારણમાં પ્રવેશ કરશે. ભૂતકાળમાં બોલિવૂડ અને સાઉથના ઘણા ફેમસ સ્ટાર્સ રાજકારણમાં આવ્યા છે અને સફળ પણ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, સોનુ સૂદ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, ફેન તેની રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.