દિલ્હી(Delhi): બારાપુલ્લા ફ્લાયઓવર(Barapulla flyover) પર શુક્રવારે રાત્રે એક ઝડપી કારે એક ઓટો રિક્ષાને ટક્કર મારતાં 13 વર્ષના છોકરાનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા છે. આ માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે, સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશનને સાંજે બંદા સિંહ બહાદુર ફ્લાયઓવર પર અકસ્માતની માહિતી મળી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એક બેદરકારીથી ચાલતી ટાટા નેક્સોન કારે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં ડ્રાઈવર ઉપરાંત ચાર મુસાફરો સવાર હતા.
#UPDATE | Family of four severely injured with 13-year-old boy dead, mother on ventilator and remaining two (father and another son) receiving treatment. Offending drivers absconded from the spot. The ownership of the offending vehicle has been taken: Esha Pandey, DCP South East pic.twitter.com/18vmJeOrck
— ANI (@ANI) March 18, 2022
આ ઘટનામાં ઓટો રિક્ષા ચાલક વકાર આલમ (25), હૌઝ રાનીના રહેવાસી અને પૂર્વ વિનોદ નગરના ચાર રહેવાસી જનક જનધન ભટ્ટ (45), તેની પત્ની ગીતા ભટ્ટ અને બે પુત્રો કાર્તિક (18) અને કરણ (13) ઘાયલ થયા હતા. ઓટો રિક્ષાને ટક્કર માર્યા બાદ કારે ટેક્સીને ટક્કર મારી હતી અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તમામ પાંચ ઘાયલોને એમ્સ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કરણને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને ગીતા વેન્ટિલેટર સપોર્ટ પર છે. અન્ય ત્રણની પણ સારવાર ચાલી રહી છે. અધિકારીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે.
તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત:
તેમજ તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લાના કેસામુદ્રમ શહેરમાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેસુમુદ્રમના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સી રમેશના જણાવ્યા અનુસાર, ચારેય માણસો ટુ-વ્હીલર પર ઉપપરાપલ્લી ગામ તરફ જઇ રહ્યા હતા. ત્યારે તેઓ વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી મોટરસાઇકલ સાથે અથડાઇ ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે મહેબુબાબાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.