આ એક ભૂલને કારણે દર્દીને એક સાથે થઇ 206 પથરી- ઓપરેશનમાં ડોકટરોનો પણ પરસેવો છૂટી ગયો

હૈદરાબાદ(Hyderabad)માં એક દર્દીની કિડનીમાંથી પથરી કાઢવાનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોની ટીમે 54 વર્ષના દર્દીની સર્જરી કરીને કિડની(Kidney)ની અંદરથી 206…

હૈદરાબાદ(Hyderabad)માં એક દર્દીની કિડનીમાંથી પથરી કાઢવાનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોની ટીમે 54 વર્ષના દર્દીની સર્જરી કરીને કિડની(Kidney)ની અંદરથી 206 પથરી(206 stones) કાઢી નાખી છે. એક કલાકની સર્જરી બાદ ડોક્ટરો આ કિડની અંદર રહેલ પથરીને દૂર કરવામાં સફળ રહ્યા હતા.

તેલંગાણાની અવેર ગ્લેનેગલ ગ્લોબલ હોસ્પિટલના ડૉક્ટરોએ કીહોલ સર્જરી દ્વારા નલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાની કિડનીમાંથી 206 પથરીઓ કાઢી નાખી છે. રિપોર્ટ અનુસાર, દર્દી સ્થાનિક ડૉક્ટર પાસેથી દવા લઈ રહ્યો હતો, જેનાથી તેને થોડા સમય માટે દર્દમાં રાહત મળી હતી. ધીમે-ધીમે તેની પીડા વધતી ગઈ અને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેને પોતાનું કામ કરવામાં પણ તકલીફ થવા લાગી.

હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. પૂલા નવીન કુમારે જણાવ્યું હતું કે, શરૂઆતી તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનથી જાણવા મળ્યું કે વ્યક્તિની કિડનીની ડાબી બાજુએ કિડનીમાં પથરી છે. સીટી સ્કેન આવ્યા બાદ કિડનીમાં પથરી હોવાની વાત કન્ફર્મ થઈ હતી. આ પછી, ડૉક્ટરોએ દર્દીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને એક કલાકની કીહોલ સર્જરી માટે તૈયાર કર્યો. આ સર્જરીમાં કિડનીની તમામ પથરી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.

વીરમલ્લા રામલક્ષ્મૈયા હવે સર્જરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ડૉ. પૂલા નવીન કુમારે જણાવ્યું કે, દર્દીને સર્જરીના બીજા જ દિવસે રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે ઉનાળામાં વધુ તાપમાનને કારણે લોકોમાં ડીહાઈડ્રેશનના કેસ વધવા લાગે છે. આવી સ્થિતિમાં લોકોને શરીરને હાઇડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

તબીબોનું કહેવું છે કે ઉનાળાની ઋતુમાં લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી પણ શરીરને હાઇડ્રેટ રાખી શકે છે. આ સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તરબૂચ, છાશ, લસ્સી કે કાકડી જેવી વસ્તુઓને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *