ભાજપના નેતાઓ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપનાર જજની રાતો રાત બદલી

દિલ્હી હાઈકોર્ટના ત્રીજા સિનિયર જજ જસ્ટિસ મુરલીધર નું પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે. જસ્ટિસ મુરલીધર એ બુધવારે દિલ્હીમાં થયેલા રમખાણો પર સુનાવણી કરતા દિલ્હી પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી અને નફરત ભરેલા ભાષણ દેનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે,” દિલ્હી પોલીસની કાર્યપ્રણાલી હું હેરાન છું. શહેરમાં ખૂબ જ હિંસા થઈ ચૂકી છે. અમે નથી ઈચ્છતા કે દિલ્હી ફરીથી ૧૯૮૪ ની જેમ ધમાલ ની સાક્ષી બને. “

હાઇકોર્ટના જજ મુરલીધર એ દ્વારા જે દિવસે આ વાત કહેવામાં આવી, તે જ દિવસે તેમનું પંજાબ અને હરિયાણા કોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયું હતું. જોકે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જજ મુરલીધરન ના ટ્રાન્સફર ની ભલામણ 12 ફેબ્રુઆરીથી જ કરી દેવામાં આવી હતી, જેને બુધવારે ચુકાદા બાદ તરત જ મંજૂરી મળી ગઈ.

જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર ને લઈને કાયદા અને ન્યાય મંત્રાલય માં ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસમાં લખ્યું છે કે,” ભારતના બંધારણના અનુચ્છેદ 222 ના ખંડ (1) દ્વારા પ્રદાન કરવામાં આવેલ શક્તિનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર-વિમર્શ કરીને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધરને સ્થાનાંતરિત કરે છે. તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પોતાના પદનો કાર્યભાર સંભાળવા માટે નિર્દેશ આપવામાં આવે છે. “

આ નોટિસ ભારતના મુખ્ય ન્યાયાધીશ એ સે બોમ્બે ની અધ્યક્ષતા વાળી કોલેજીયમ દ્વારા પાસ કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ મુરલીધરના સ્થાનાંતર નો વિરોધ કરતા દિલ્હી ઉચ્ચ ન્યાયાલય બાર એસોસિએશન એ કોલેજિયમને આગ્રહ કર્યો છે કે તેઓ પુનર્વિચાર કરે અને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચે છે. બાર એસોસિએશન નું કહેવું છે કે આ પ્રકારના સ્થાનાંતરણ “ન્યાય વ્યવસ્થામાં સામાન્ય મુકદમા કરનારનો વિશ્વાસ સમાપ્ત કરે છે”.

આ પણ વાંચો: દિલ્હીમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર આ ભાજપી નેતાઓ પર થઈ શકે છે ફરિયાદ

સાંપ્રદાયિક હિંસા અને વ્યક્તિગત સ્વતંત્રતા પર કડક ટિપ્પણી કરનાર જસ્ટિસ મુરલીધરન હાશિમપુરાથી ચુકાદો આપી રહ્યા હતા. તેમાં ઉત્તર પ્રદેશના PSC ના કર્મચારીઓ ને 1987ની સામૂહિક હત્યા માટે દોષી જાહેર કર્યા હતા. તેમણે 1984માં શીખવિરોધી રમખાણો માટે કોંગ્રેસ નેતા સજ્જનકુમાર ને પણ દોષી જાહેર કર્યા હતા. ભારતમાં સમલૈગીકતા સબંધીત નિર્ણાયક ફેસલો આપનાર પીઠમાં તત્કાલીન ચીફ જસ્ટિસ એ.પી સાથે બે ન્યાયાધીશમાં મુરલીધરન પણ એક હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *