ભારતના રોટલા ખાઈને ચાલી રહેલો આ દેશ હવે કહે છે અમે ભારત સામે યુદ્ધ કરશું

ભારતના સેના પ્રમુખ એમ એમ નરવાનણે એ 15 મેના રોજ નિવેદન આપતા કહ્યું હતું કે કાળાપાણી ને લઈને નેપાળ કોઈના બીજાના ઇશારે વિરોધ કરી રહ્યું…

ભારતના સેના પ્રમુખ એમ એમ નરવાનણે એ 15 મેના રોજ નિવેદન આપતા કહ્યું હતું કે કાળાપાણી ને લઈને નેપાળ કોઈના બીજાના ઇશારે વિરોધ કરી રહ્યું છે. સેના પ્રમુખ નો ઈશારો ચીન તરફ હતો. આ નિવેદન પર હવે નેપાળના ઉપપ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી ઈશ્વર પોખરેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળના રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતીય સેના પ્રમુખ ના નિવેદનથી નેપાળી ગોરખાઓની ભાવનાને ઠેસ પહોંચી છે. જે લાંબા સમયથી ભારત માટે બલિદાન આપતા આવ્યા છે.

‘ધ રાઇઝિંગ નેપાળ’ ન્યુઝ આઉટલેટ ને આપેલ ઈન્ટરવ્યૂમાં નેપાળના રક્ષા મંત્રીએ કહ્યું કે, જનરલ મનોજ નરવણેના કૂટનીતિક વિવાદમાં ચીનની તરફ ઈશારો કરવો નિંદનીય છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો નેપાળી સેના લડાઈ પણ કરશે.

પોખરેલએ કહ્યું કે, સેના પ્રમુખ ના આ નિવેદનથી નેપાળી ગોરખાઓ ની ભાવનાને ઠેસ પહોંચી છે. જે ભારતની સુરક્ષા માટે પોતાનો જીવ બલિદાન કરતા આવ્યા છે. તેમના માટે (ભારતીય સેના પ્રમુખ) હવે ગોરખા બળ સામે પોતાનું માથું ઊંચું કરીને ઉભુ રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. તેમણે ભારતીય સેના પ્રમુખ ના આ નિવેદનને રાજનીતિક સ્ટંટ ગણાવીને કહ્યું કે સેના પ્રમુખ તરફથી આવા નિવેદનની આશા નહોતી.

૮મી મેના રોજ દારચૂલા-લિપુલેખ માં ભારતે એક રોડ નું ઉદઘાટન કર્યું જેમાં નેપાળે વિરોધ દાખવ્યો હતો. નેપાળ આ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે. થોડા દિવસો બાદ ભારતીય સેના પ્રમુખે નિવેદન આપ્યું કે આ લીંક રોડ ભારતીય ક્ષેત્રમાં છે, માટે નેપાળ પાસે વિરોધ પ્રદર્શન કરવાનું કોઈ કારણ નથી.

જોકે નેપાળી સેના આ મુદ્દે મૌન રહી છે. નેપાળી સેનાના પ્રવક્તા જનરલ વિજ્ઞાન દેવ પાંડે એ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપવા ઇનકાર કરી દીધો છે, અને કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના રાજનૈતિક ક્ષેત્રના મામલામાં પડવા માંગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *