દારૂના શોખીન લોકો માટે સારા સમાચાર છે અને દેશની રાજધાની દિલ્હી(Delhi)માં ટૂંક સમયમાં જ દારૂની હોમ ડિલિવરી(Home delivery of liquor) શરૂ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી સરકારના મંત્રીઓના જૂથ (GoM)એ આની ભલામણ કરી છે. અધિકારીઓએ કહ્યું કે હોમ ડિલિવરી માટેની દરખાસ્તો અને એક્સાઇઝ પોલિસી 2022-23ના સંદર્ભમાં જીઓએમની અન્ય ભલામણોને મંજૂરી માટે દિલ્હી કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.
શું દિલ્હીમાં ફરી સસ્તો થશે દારૂ?
દિલ્હી સરકારના મંત્રીઓના જૂથે એવો મત પણ વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી બજાર સ્વસ્થ રીતે ચાલે છે ત્યાં સુધી છૂટક દારૂ વેચનારાઓ દ્વારા કિંમત પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. રિટેલ આઉટલેટ્સની બહાર ભીડ અને કેટલીક કથિત ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તાજેતરમાં દારૂ પરના ડિસ્કાઉન્ટને 25 ટકા સુધી મર્યાદિત કર્યું હતું.
ટૂંક સમયમાં હોમ ડિલિવરીની મંજૂરી મળી શકે:
ગયા મહિને યોજાયેલી GoMની બેઠકને ટાંકીને એક સત્તાવાર દસ્તાવેજમાં જણાવાયું હતું કે, “પ્રધાનોના જૂથે ભલામણ કરી છે કે દિલ્હીમાં છૂટક દારૂની દુકાનોમાંથી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવે.” જીઓએમનું માનવું છે કે રોગચાળા અથવા કટોકટીના કિસ્સામાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન દારૂનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે હોમ ડિલિવરી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત, તે દારૂના સમાન વિતરણને સુનિશ્ચિત કરવા, નકલી દારૂના વપરાશને રોકવા અને આંતર-રાજ્ય દાણચોરીને રોકવામાં પણ અસરકારક છે.
દારૂની હોમ ડિલિવરી કેવી રીતે થશે?
આબકારી વિભાગની દરખાસ્ત છે કે હોમ ડિલિવરી એમ્પેનલ્ડ વચેટિયાઓ દ્વારા કરી શકાય છે, જેઓ સંબંધિત છૂટક વિક્રેતા પાસેથી દારૂ એકત્રિત કરશે અને હોમ ડિલિવરી કરવા માટે પસંદ કરેલી એજન્સી દ્વારા પ્રાપ્ત ઓર્ડર દ્વારા સંબંધિત વિસ્તારોમાં પહોંચાડશે.
આબકારી વિભાગ લાઇસન્સ આપશે:
આબકારી વિભાગ દારૂની હોમ ડિલિવરી માટે અલગ લાઇસન્સ આપશે. દસ્તાવેજ અનુસાર, કેબિનેટ દ્વારા હોમ ડિલિવરી પ્રસ્તાવને મંજૂરી આપ્યા પછી, એક્સાઇઝ વિભાગ એલ-13 લાઇસન્સ આપવા માટે વિગતવાર નિયમો અને સંદર્ભો તૈયાર કરશે. તેઓ દેશના અન્ય રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા વિવિધ મોડલનો અભ્યાસ કરશે. પેનલમાં સામેલ પસંદગીની એજન્સીઓ પાસે L-13/L-13F લાઇસન્સ હશે, જે આવા એકમોને હોમ ડિલિવરી કરવા સક્ષમ બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.