PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે,ત્યારે નરેન્દ્ર મોદી સવારે શું નાસ્તો કરશે અને સાંજે શું ભોજન કરશે તેને લઈ મેનું જાહેર (PM Modi in Surat) કરવામાં આવ્યું છે,તો પીએમ મોદી ડિનરમાં પંચકુટિયું શાક, પુલાવ-કઢી, ખીચડી આરોગશે સાથે સાથે બ્રેકફાસ્ટમાં લોચો, પાટુડી અને ઈડલી આરોગશે,મહત્વનું છે કે સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ સુરત આવી પહોંચી છે.
PM મોદીએ મહારાષ્ટ્રમાં સુરતી ભોજનના કર્યા હતા વખાણ
પીએમ મોદી ઓછું તેલ અને ઓછું મરચું ભોજનમાં ઉપયોગ લે છે તેવી વાત સામે આવી છે,ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈયા સાથેની ટીમ આવી પહોંચી છે,તો PM મોદીએ મહારાષ્ટ્રમાં સુરતી ભોજનના વખાણ કર્યા હતા,પીએમ મોદીને આવકારવા ભાજપના નેતાઓ તૈયાર છે સાથે પીએમ મોદી સુરતના પ્રખ્યાત લોચાની પણ મજા માણશે.જો કે પીએમ મોદીને ગુજરાતી ભોજન વધુ પસંદ હોય છે તેવું પણ લોકોનું માનવું છે.
વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાશે
PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલાં 30થી વધુ સ્ટેજ પર દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
સુરતમાં PMના આગમનને લઈ બસના રુટ રદ
શહેરમાં 30 જેટલાં બસના રૂટ રહેશે બંધ જેમાં PM ગોડાદરા હેલિપેડથી નીલગિરિ સર્કલ જશે ત્યારબાદ PM લીંબાયતથી સર્કિટ હાઉસ તરફ જશે અને બંન્ને રુટ પરની સિટી બસ-BRTS બસો રદ કરવામાં આવી છે,કોર્પોરેશને 30 જેટલા બસ રૂટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App