સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાનો આંતક મચાવ્યો છે. કોરોનાએ કેટલાય લોકોને પોતાના ભરડામાં પણ લઇ લીધા છે. ત્યો કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હજુ કોરોનાની બીજી લહેર ગઈ નથી ત્યાં ત્રીજી લહેરે માથું ઉચક્યું છે.
અમેરિકામાં કોરોનાના કેસમાં ભરખમ વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટએ હાહાકાર મચાવી દીધો છે. હાલમાં કોરોનાની બે લહેર સામે સામનો કરી રહેલું અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 90 હજાર કોરોનાના કેસો સામે આવ્યા છે . પાંચ મહિના પછી પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.
જયારે બીજી બાજુ ઇઝરાયલના પ્રમુખ ઇસાક હરજોગે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લઇને દેશમાં રસીના ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ ઇઝરાયલ દુનિયાનો પ્રથમ દેશ બનિ ચુક્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે હાલમાં જ જાહેરાત કરી હતી કે દેશમાં 60 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. સાથે કહ્યું છે કે સરકાર હાલ ફાઇઝર-બાયોએનટેકની કોરોનાની રસીના બે ડોઝ મેળવાનારાઓેને ત્રીજો ડોઝ આપી રહી છે.
તાજેતરમાં જ ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ દર સપ્તાહે સરેરાશ બે હજારથી વધારે કોરોનાના કેસો નોંધાવાને પગલે સરકારે આ નિર્ણય લીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોરોનાની રસીનો ત્રીજો ડોઝ નાગરિકોને આપવાથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો કરી શકાશે તેવું માની શકાય નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.