સુરત(Surat): સુરત શહેરને ડાયમંડનું હબ(Diamond hub) ગણવામાં આવે છે. ત્યારે સુરતના ડાયમંડ વર્કર્સ યુનિયન(Diamond Workers Union) દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જીલ્લા કલેકટર(District Collector)ને આપવામાં આવેલ પત્રમાં લખ્યું છે કે, આગામી સમયમાં દિવાળી આવી રહી છે ત્યારે રત્નકલાકારોને બોનસ(Bonus) અને ઓવર ટાઈમ(Overtime) ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે.
હાલમાં હીરા બજારમાં ભારે તેજીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં ભારે તેજી ચાલી રહી છે તેથી દિવાળીના સમય પર રત્નકલાકારોને બોનસ ચુકવવામાં આવે તેવી માંગ ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા અને તેનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંક દ્વારા કરવામાં આવી છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, કોરોનાની મહામારીને કારણે સેકડો રત્નકલાકારો બેકાર બન્યા હતા અને કાઈ કામ ધંધો ન હોવાને કારણે આર્થિક સંકળામણ ભોગવી પડી હતી.
પરંતુ તે સમયે રત્નકલાકારોને મુશ્કેલી પડી હતી એટલે હાલમાં બજારમાં તેજી ચાલી રહી છે તેથી રત્નકલાકારોને મદદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે અન્ય માંગ કરતા કહ્યું છે કે, રત્નકલાકારોને ગીર ગઢડા, ઉના, કોડીનારની વધારાની બસોની ફાળવણી કરવામાં આવે.
ત્યારે મહત્વનું છે કે, જો રત્નકલાકારોને દિવાળી પર બોનસ આપવામાં આવશે તો તેનો સીધો જ ફાયદો હીરાઉધોગ સાથે સંકળાયેલા તમામ લોકોને થશે. ત્યારે હવે આગામી સમયમાં રત્નકલાકારો અંગે શું નિર્ણય લેવામાં આવે છે એ તો જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.