સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવી તંત્રનીચાપતી નજર હેઠળ રાતોરાત મંદિર અને દરગાહનું કરાયું ડિમોલિશન

સુરત(Surat): ગઈકાલે સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિંગ રોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલા કાલભૈરવ માતાના મંદિર અને દરગાહનું ડિમોલિશન કરવા માટે રાત્રે દોઢ વાગ્યે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને મહિધરપુરા પોલીસ સ્ટેશન સહિત શહેરભરના 800થી 1000 પોલીસ કર્મીઓના ધરખમ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરગાહ અને મંદિરનું કરાયું ડીમોલેશન
આ કામગીરી માટે પોલીસે સુરક્ષાના ધોરણે રીંગ રોડ પર બંને ધાર્મિક સ્થળોની આજુબાજુના 500 મીટરનો રસ્તો બેરીકેટિંગ કરી બંધ કરી દીધો હતો. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું.
ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરાયા હતા.

અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું. બ્રિજ ચડવાના એપ્રોચ પર મંદિર હતું. જોકે, મનપાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરત મનપાએ દબાણો દૂર કર્યા હતા. જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલના માસ્ટર પ્લાન હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ​​​​​​​ધાર્મિક સ્થળ રોડ વચ્ચે હોવાથી નડતરરૂપ હોવાનું જણાવી આગાઉ પણ આ અંગે કાર્યવાહી કરવા પ્રયાસ કરાયા હતા.

જોકે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી હાલ સુધી કામગીરી થઈ શકી ન હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે સ્થળ પર બંને ધાર્મિક સ્થળોને કોર્ડન કરી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો. પાલિકાએ કરેલી આ કાર્યવાહીની જાણ વાયુ વેગે પ્રસરી જતા ચર્ચાનો માહોલ જામ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે દરગાહના મુજાવર અને મંદિરના સંચાલકોને ડિટેઇન કરીને મધ્યરાત્રિએ ડિમોલિશનની કામગીરી કરી હતી.

સુરતના રીંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની દરગાહ અને મંદિરનું રાતોરાત ડિમોલિશન કરી ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ રસ્તો પણ બનાવી દીધો છે. મહાનગર પાલિકાએ પોલીસ સાથે મળીને મંદિર અને દરગાહ ડિમોલેશન કર્યું છે. આ બાદ રાતોરાત ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *