કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની દિશામાં વિચારણા ચાલુ કરી છે અને ગુજરાત પ્રદેશનુ નવુ માળખુ રચવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે,આ વખતે હાઇકમાન્ડે માત્ર 80 લોકોનો પ્રદેશના માળખામાં સમાવેશ કરવા નક્કી કરવામાં આવ્યું છે.
તેઉપરાંત સોનિયા ગાંધીના આદેશ અનુસાર આર્થિક મંદી, મોંઘવારી સહિત પ્રજાલક્ષી સવાલોના મુદ્દે ગુજરાત કોંગ્રેસે તારીખ 25 નવેમ્બરે અમદાવાદમા વિરોધ પ્રદર્શન કરવા આયોજન કર્યું છે. આંદોલન કાર્યક્રમ સિવાય સંગઠનની રચના મુદ્દે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યાં છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખાતુ ય ખોલાવી શકી નહીં ત્યારબાદથી હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ સંગઠન પર પક્કડ જમાવી શક્યા નથી. આ જોતાં હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ આખેઆખુ માળખુ વિખેરી નાખ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં મોડી સાંજે હાઇકમાન્ડ સાથે મળેલી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યું છે કે, આર્થિક મંદી, મોઘવારી સહિતના મુદ્દે દેશવ્યાપી આંદોલનના કાર્યક્રમ શરૂ કરવામાં છે જેના ભાગરૂપે તારીખ 25 મીએ અમદાવાદમાં રાજ્યકક્ષાનુ વિરોધ પ્રદર્શન કરાશે. આ ઉપરાંત તા.30 મી નવેમ્બરે દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસ જોરદાર દેખાવો કરશે. આ કાર્યક્રમમમાં ગુજરાતમાંથી એક હજાર કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરો દિલ્હી જશે.
ગુજરાતના પ્રદેશ માળખા અંગે પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરાઇ હતી. સૂત્રો કહે છેકે, 30 મી નવેમ્બર સુધીમાં પ્રદેશના માળખાની રચના થઇ જશે. આ વખતે 400 નહી પણ માત્ર 80-100 જણાંની જ પ્રદેશ કક્ષાએ નિમણૂંકો અપાશે.
માત્ર હોદ્દા ભોગવતા નેતાઓને ઘરભેગા કરવા નક્કી કરાયુ છે. પાયાના સંનિષ્ઠ કાર્યકરોને હોદ્દા આપીને સંગઠનને વધુ મજબુત બનાવવા સૂચના અપાઇ છે. જે નેતાઓને પ્રદેશમાં હોદ્દા અપાયા હતાં તેમની કામગીરીનુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે. તે આધારે તેમને બીજીવાર હોદ્દા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.