દિલ્હીમાં લાગ્યા ભાજપ સાંસદ ગૌતમ ગંભીરના ગુમ થયાના પોસ્ટર :ચુંટણી બાદ ગાયબ

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ના ઈન્દોરમાં જલેબી ખાવાથી શરૂ થયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હાલમાં જ ગંભીરના ITO…

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ના ઈન્દોરમાં જલેબી ખાવાથી શરૂ થયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હાલમાં જ ગંભીરના ITO વિસ્તારમાં ગુમ થયાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ને ઝાડ ઉપર લખવામાં આવ્યું છે કે, “क्या आपने इन्हें देखा है? आखरी बार इंदौर में जलेबी खाते हुए देखा गया था, पूरी दिल्ली इन्हें ढूंढ रही है”.

જોકે ગૌતમ ગંભીરના પોસ્ટર ઝાડ ઉપર કોણે ચોંટાડયા છે તેના વિશે પોસ્ટરમાં કંઈ લખવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે શનિવારની રાત્રે તેને ચોટાડવામાં આવ્યા હોય.

જલેબી તેમજ ગંભીર ના ફોટો સાથે પહોંચ્યા આપના કાર્યકર્તા

આના પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જલેબી અને ગૌતમ ગંભીર ની તસવીરોને લઈને પ્રદર્શન કર્યું હતું.તેમણે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ને લઈને સંસદીય સમિતિની બેઠકમાં ગંભીર પોતે તેમાં સામેલ હોવા છતાં ઈન્દોરમાં જલેબી ખાઈ રહ્યા હતા.

આપ કાર્યકર્તા હોય એ કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ ને વિરોધ કરવાની જગ્યાએ પોતાના સાંસદને પોતાની જવાબદારીનું ભાન કરાવવું જોઈએ. પોલીસની નજર જ્યારે આપના કાર્યકર્તા ઉપર પડી તો તેમને તે સ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી તંગ જનક સ્થિતિ ન બને.

શું છે પૂરો મામલો?

૧૫ નવેમ્બરે દિલ્હીમાં વાયુ પ્રદુષણના મુદ્દે સંસદની સ્ટેન્ડીંગ કમિટી ફોર અર્બન ડેવલપમેન્ટ ની અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં ગૌતમ ગંભીર અને અધિકારીઓને પહોંચવાનું હતું. કમિટીના ૩૦ સભ્યો માંથી ફક્ત ચાર સભ્યો હાજર રહ્યા હતા. વધારે અધિકારીઓ અને સાંસદ હાજર ન રહેવા ને કારણે બેઠકને રદ કરવામાં આવી હતી. મિટિંગમાં ગૌતમ ગંભીર હાજર ન રહ્યા એટલા માટે આમ આદમી પાર્ટીના નેતા સતત તેમની આલોચના કરી રહ્યા છે.

શું છે જલેબી સાથેનું કનેક્શન?

જણાવી દઈએ કે ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વિટર ઉપર ત્રણ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ગૌતમ ગંભીર તેની સાથે જલેબી ખાતા દેખાઈ રહ્યા હતા.આ તસવીરના સામે આવ્યા બાદથી જ વિરોધ પક્ષ ગૌતમ ગંભીર ઉપર નિશાન સાધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *