એક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ ટ્રક ડ્રાયવરના રૂપમાં શરૂ થયો. ત્યારબાદ સમાજસેવક, ઉદ્યમી તેમજ ઠેકેદારનું કામ કરતાં કરતાં તે ગરીબોના મસીહા બની ગયા. આ વ્યક્તિ નો વેપાર દેશ-વિદેશમાં ફેલાયેલો છે અને તેના ઘરે કોણ આઇપીએસ અને કોણ આઇ.એ.એસ, કોણ મંત્રી અને કોણ મુખ્યમંત્રી બધા તેને સલામ કરવા તેના ઘરે જતા હતા. બુધવારે જ્યારે તેમનું નિધન થયું તો રોડ પર એવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા કે દરેક લોકો જોતા રહી ગયા. તેને બાડમેર શહેર નો જનક કહેવા લાગ્યા. બાડમેર શહેર રાજસ્થાનમાં આવેલું છે.
રાજસ્થાનમાં બાડમેર જિલ્લાના તનસિંહ ચૌહાણ… જિલ્લા મુખ્યાલયથી લગભગ ૧૮ કિલોમીટર દૂર આવેલું જૂના ગામ નો એક છોકરો કેવી રીતે પોતાના જીવનની શરૂઆત એક ડ્રાઈવર તરીકે કરે છે અને જોતજોતામાં એક મોટો વેપાર ઉભો કરી દે છે.
જેમ જેમ સમય વિતતો ગયો તો ચૌહાણની નેતાઓ અને અધિકારીઓ સાથે મિત્રતા વધી ગઈ. પછી તનસિંહ ગરીબોની મદદ ની સાથે સાથે 36 વર્ગના સમાજના ઉત્થાન માટે નું બીડું ઝડપે છે.
તેના દરબારમાં દરેક લોકો હાજરી આપવા માટે આવતા હતા. પરંતુ તેઓ હંમેશા રાજનીતિથી દૂર જ રહ્યા છે. ચૌહાણે ક્યારેય પણ કોઈ રાજનીતિ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર નથી આવ્યા. તેઓ હંમેશા સામાન્ય માણસની જેમ નીચે જ બેઠાં હતાં.
રાજસ્થાનના જાટ નેતા અને બીજેપીના પૂર્વ સાંસદ કર્નલ સોનારામ ચૌધરી જણાવે છે કે ચૌહાણે ઘણી વખત બાડમેર જિલ્લામાં માહોલ બગડ્યો તો તેને વ્યવસ્થિત કરવામાં પ્રશાસન અને પોલીસની ખૂબ મદદ કરી.કદાચ એટલા માટે જ્યારે રાજસ્થાનના આઇએએસ અને આઇપીએસ ઓફિસરોને ખબર પડી કે ચૌહાણની તબિયત ખરાબ છે તો ફક્ત ચાર દિવસમાં 10થી વધારે આઇએએસ અને આઇપીએસ અધિકારી સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ થી લઈને રાજસ્થાન સરકારના મંત્રીઓએ તેમના ખબર-અંતર પૂછ્યા.
આ વ્યક્તિમાં બીજી એક ખાસ વાત એ હતી જે મામલાઓ કોર્ટ-કચેરીમાં ફસાયેલા હોય તેવા મામલાઓને લઈ અધિકારીઓ આ વ્યક્તિની શરણમાં આવતા અને તે આ મામલાને થાળે પાડી દેતા.કોંગ્રેસ અને બીજેપીના મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ પણ આ વ્યક્તિ ને સલામ કરતા હતા.
રાજસ્થાનના કદાવર રાજપૂત અને બીજેપીના પૂર્વ વરિષ્ઠ નેતા દેવીસિંહ ભાટી જણાવે છે કે આવો વ્યક્તિ સેંકડો-હજારો વર્ષમાં એક વખત જન્મ લે છે. આ વ્યક્તિએ હંમેશા ગરીબોના હક માટે લડાઈ લડી છે. ક્યારે પણ તેમનામાં ઘમંડ નામની વસ્તુ જોવા નથી મળી. કદાચ એટલા માટે જ તેમના નિધન ઉપર આખું બાડમેર રોડ ઉપર આવી ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.