આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટનામાં ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સતત બે વખત લોકડાઉન આવવાને કારણે કરિયર વિશે ચિંતિત મોડલ પ્રિયાએ 14માં ફ્લોરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ડિપ્રેશન દર્શાવતી આ ઘટના યુપીના ગૌતમબુદ્ધનગર જિલ્લાની છે. જાણવા મળ્યું છે કે, રવિવારે પ્રિયાને મુંબઈથી મળવા એક મોડલ મિત્ર આવ્યો હતો અને રવિવારે મોડે સુધી તેમણે પાર્ટી પણ કરી હતી.
મળતી માહિતી મુજબ, દિલ્હીના મયૂર વિહારમાં રહેતી પ્રિયા ઉર્ફે ભાવના પેરામાઉન્ટ ઈમોશન્સ સોસાયટીમાં તેમની મોટી બહેનના ત્યાં થોડા દિવસોથી રહેતી હતી. કોરોનાકાળ પહેલાં તે મુંબઈમાં મોડલિંગ કરતી હતી. બે વાર લોકડાઉન લાગ્યું હોવાથી તે તેના કરિયરને લઈને ચિંતિત હતી. તે ડિપ્રેશનમાં જ તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, મોડલ પ્રિયા તેની મોટી બહેનને ત્યાં રહેતી હતી. ત્યાં રવિવારે તેને મળવા મુંબઈથી એક મિત્ર આવ્યો હતો. રવિવારે પ્રિયા અને તેના મિત્રએ મોડે સુધી પાર્ટી કરી હતી. પ્રિયાની મોટી બહેને આ વાત તેની માતાને જણાવી દીધી હતી. ત્યારબાદ પ્રિયાની માતા સોમવારે તેના ઘરે પહોંચી હતી. પ્રિયાની માતા મોટી બહેનના ઘરેથી જતી રહી પછી પ્રિયાએ આત્મહત્યા કરી છે.
પોતાની માતાથી નારાજ પ્રિયાએ સોસાયટીના 14મા ફ્લોર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રિયાએ જ્યારે 14મા માળેથી કૂદીને છલાંગ લગાવી ત્યારે તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન પ્રિયાને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, પોલીસને ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રિયાને તેની માતા પછી મરવાની વાતો પણ કરવા લાગી હતી. તે પછી તેની માતાએ તેને સમજાવી પણ હતી અને તે સમજી પણ ગઈ હતી. પરંતુ, ત્યારપછી તેણે અચાનક બાલકનીમાં જઈને છલાંગ લગાવી દીધી હતી.
જાણવા મળ્યું છે કે, પ્રિયા થોડા દિવસ પહેલાં જ તેની મોટી બહેનના ઘરે આવી હતી અને ત્યારથી કોઈને કોઈ વાતે દુ:ખી હતી. તેની મોટી બહેનનું માનવું છે કે, તેના બોયફ્રેન્ડના કારણે પણ તે દુ:ખી હોય તેવુ લાગતું હતું. તે અમારા ઘરે મળવા પણ આવ્યો હતો અને તેના કારણે ઘરના લોકો પણ નારાજ હતા.
હાલ આ સમગ્ર ઘટના વિશે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે, તેના પરિવારજનો હાલ કોઈ માહિતી આપતા નથી. તેથી પોલીસ દ્વારા જ વિવિધ એંગલથી તપાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. હજી મોડલની આત્મહત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે.
પોલીસે જણાવ્યું કે, તપાસમાં જરૂર પડશે તો જે યુવક તેને મુંબઈથી અહીં મળવા આવ્યો હતો તેને પૂછપરછ માટે ફરીથી બોલાવવામાં આવી શકે છે. ડીસીપી સેન્ટ્રલ જોન હરીશ ચંદરનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં હજી કોઈ માહિતી મળી નથી. પરિવારજનો દ્વારા તો ગઈ કાલ મોડી રાત સુધી ઘટનાની પણ કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી. હાલ ફક્ત આત્મહત્યા કરી છે તેટલી જ માહિતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.