સુરતમાં આમ આદમીના કોર્પોરેટરોનું પોલીસ દ્વારા કરાયું અપમાન, પોલીસ કમિશ્નર કચેરીમાંથી કાઢ્યા બહાર- જુઓ વિડીઓ

શુક્રવારે સુરત પાલિકાની યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના 27 કોર્પોરેટરો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસર દ્વારા 27 કોર્પોરેટરો…

શુક્રવારે સુરત પાલિકાની યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના 27 કોર્પોરેટરો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસર દ્વારા 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસ દ્વારા આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા અને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

સામાન્ય સભામાં પ્રવેશતા જ ગેટ પર જ કોર્પોરેટરને પકડી લઈને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આપના કોર્પોરેટરને ઝડપવા પોલીસને ભારે મથામણ કરવી પડી હતી. આ દરમિયાન પાંચ કોર્પોરેટર તો પાલિકામાં જ સંતાઈ ગયા હતાં. આ કોર્પોરેટર પાલિકાની સામાન્ય સભામાં ભાગ લેવા માટે સરદાર ખંડમાં જવા માટે આવ્યાં કે તરત જ ગેટ પરથી તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને ન્યાયિક રીતે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

ત્યારે આજે આમ આદમીના કોર્પોરેટર પોલીસ કમિશ્નર કચેરી ખાતે આ સમગ્ર ઘટના અંગેની રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. પોલીસ કમિશ્નર કચેરી ખાતે આમ આદમીના કોર્પોરેટરનું અપમાન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. ઝાલા દ્વારા કોર્પોરેટરનું અપમાન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. ઝાલા દ્વારા ઊંચા અવાજે બોલીને આમ આદમીના કોર્પોરેટર સાથે ભારે ઘર્ષણ કર્યું હતું.

પીઆઈ કે.બી. ઝાલા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. લોકોથી, લોકોના અને લોકો દ્વારા ચૂંટવામાં આવેલા નગરસેવકોને કમિશ્નર કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને બહાર કાઢતા આમાં આદમી પાર્ટીના કોર્પોરેટરનું અપમાન કરવામાં આવ્યું હતું. પોતાની રજૂઆત કરવા માટે આવેલા નગરસેવકોને પોતાની રજૂઆત કરવા માટે પણ જો પોલીસ દ્વારા આવું ગેર વર્તણુક કરવામાં આવે તે કેટલું યોગ્ય? લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિને તંત્ર સામે લાચાર બનવું પડે તે કેટલું યોગ્ય કહી શકાય?

આપના આ કોર્પોરેટરો સામે નોંધાયો હતો ગુનો:
ભાવના સોલંકી, મોનાલી હિરપરા, અલ્પેશ પટેલ, રાજુ મોરડીયા, ઋતુ દુગધરા, સોનલ સુહાગીયા, કનુ ગેડિયા, મહેશ અણઘણ, કુંદન કોઠીયા, સેજલ માલવિયા, ઘનશ્યામ મકવાણ, ધર્મેન્દ્ર વાવલીયા, નિરાલી પટેલ, મનીષા કુકડીયા, કિરણ ખોખાણી, અશોક ધામી, દિપ્તી સાંકળીયા, ડો. કિશોર રૂપારેલિયા, જ્યોતિ લાઠીયા, પાયલ સાકરિયા, શોભના કેવડિયા, જીતુ કાછડિયા, વિપુલ મોવલિયા, રચના હિરપરા, સ્વાતિ ઢોલરિયા, વિપુલ સુહાગિયા, ધર્મેશ ભંડારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *