આપણે ઘણા પરિવારના લોકોને જોતા હોઈએ છીએ કે સખત મહેનત સાથે લોકો ઘણી મોટી સિદ્ધિ મેળવતા હોય છે. તેવો જ કિસ્સો યુપીના બલિયા જિલ્લામાં રહેતી દેવરાણી-જેઠાણી સાથે થયો છે. શાલિની અને નમિતા બંને બલિયાના સિકંદરપુર વિસ્તારમાં બનહારામાં રહેતા ડો.ઓમપ્રકાશ સિંહાના દીકરાની પત્નીઓ છે.
શાલિની બલિયાના સહતવાર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા રાજૌલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તે પછી શાલિનીને વારાણસીમાં શિક્ષકની ફરજ બજાવવા માટે પસંદગી કરી હતી. તો પણ શાલિની એ તેનો અભ્યાસ શરૂ જ રાખ્યો હતો અને પીસીએસ નું પરિણામ જાહેર થયા પછી શાલિનીને આચાર્યના પદ માટે પસંદગી કરવામાં આવી હતી.
બીજા દીકરાની પત્ની નમિતા ગોરખપુર બેંકમાં પીઓની પોસ્ટ પર ફરજ બજાવતી હતી, ત્યારપછી નમિતાની પસંદગી નાયબ પોલીસ અધિક્ષકની પોસ્ટ પર કરવામાં આવી હતી. શાલિનીએ બીજા પ્રયાસમાં આચાર્ય બનીને સફળતા મેળવી હતી, અને નમિતાએ યુપીએસસી ની પરીક્ષામાં અઢારમાં નંબર મેળવીને ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવી હતી.
નમિતાને બિહારમાં ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસરના પદ પર છ મહિના તાલીમ લીધા પછી તેને સિવાનમાં નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ નમિતાએ નાયબ પોલીસ અધિક્ષક પદ માટે તેની પસંદગી કરવામાં આવી હતી
અને તે નાયબ પોલીસ અધિક્ષક તરીકે કામ કરતી હતી. આથી ડો.ઓમપ્રકાશ સિંહાની બંને પુત્રવધૂઓ એ યુપીએસસી ની પરીક્ષા પાસ કરીને એક આર્ચાય અને બીજી ડીએસપી બનીને સમાજમાં અને દેશમાં નામ રોશન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.