રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતીનો વિડીયો વાયરલ- કહ્યું; ‘હું કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરું’

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યા છે. બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી…

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યા છે. બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી અફવાઓ પણ ખુબ જ ચાલી રહી છે. આ દરમિયાન પરિણીતિના પ્રમોશનલ ઈન્ટરવ્યુનો એક જૂનો વિડીયો(Video Viral) સોશિયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યો છે.  થોડા વર્ષો પહેલા ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતીએ ખુલાસો કર્યો હતો કે પતિ માટે રાજનેતા તેની પહેલી પસંદ નહીં હોય. તેણે એ પણ જણાવ્યું કે તેને એક આદર્શ પતિમાં શું જોવે છે.

પરિણીતી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેમની એક ફિલ્મ માટે એક જૂનો ઈન્ટરવ્યુ શેર કરવામાં આવી રહ્યો છે. તેના રેપિડ ફાયર સેગમેન્ટમાં, અભિનેત્રીને તે પ્રખ્યાત સેલિબ્રિટી વિશે પૂછવામાં આવે છે જેનાથી તે લગ્ન કરશે.

આ વિડીયો માં હોલિવૂડ એક્ટર બ્રાડ પિટનો ઉલ્લેખ કર્યા બાદ તેને પોલિટિશિયન સાથે લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યું છે. આના પર તેણીએ જવાબ આપ્યો, ” હું રાજકારણી સાથે લગ્ન કરવા માંગતી નથી. ઘણા સારા વિકલ્પો છે, પરંતુ હું ક્યારેય રાજકારણી સાથે લગ્ન કરવા માંગતી નથી.”

વધુમાં, જ્યારે આદર્શ પતિના ત્રણ ગુણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પરિણીતીએ કહ્યું, “તે રમુજી હોવો જોઈએ, તેની  પાસેથી સુગંધ સારી આવી જોઈએ અને તેણે દરેક કિંમતે મારું સન્માન કરવું જોઈએ.”

વીડિયો પર ઘણી કોમેન્ટ્સ થઈ રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, “તેથી જ તેઓ કહે છે, એવું ક્યારેય ન બોલો!” બીજાએ કહ્યું, “મતલબ વો સગાઈ કી ખબર.. (સગાઈના સમાચાર ખોટા છે).

રાઘવ અને પરિણીતી રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રીએ બ્લેક ટી-શર્ટ, મેચિંગ જેકેટ અને સફેદ શૂઝ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. તેણે પોતાના લુકને ગોગલ્સ સાથે જોડી દીધો. રાઘવે જીન્સ સાથે ભૂરા રંગનો કુર્તો પહેર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *