Ram Charan Birthday: સાઉથના ફેમસ અને લોકપ્રિય અભિનેતા એવા રામ ચરણનો 27મી માર્ચે એટલે કે આજે તેમનો 39મો જન્મદિવસ(Ram Charan Birthday) છે. આ ખાસ દિવસ પર દરેક જણ તેને અભિનંદન આપી રહ્યા છે. રામ ચરણ તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર છે અને તેની ગણતરી ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં થાય છે. રામ ચરણે વર્ષ 2007માં ફિલ્મ ‘ચિરુથા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
રામ ચરણ જીવે છે ખૂબ જ સાદું જીવન
ત્યારબાદ તેઓએ વર્ષ 2009 માં SS રાજામૌલીની એક્શન ફિલ્મ ‘મગધીરા’ થી પ્રખ્યાત થયા હતાં. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેની સાદગી માટે પણ જાણીતા છે. તેમની પાસે કરોડોની સંપત્તિ અને ઘણી લક્ઝરી કાર છે, પરંતુ તેમનો ડાઉન ટુ અર્થ સ્વભાવ દરેકને તેમના ફેન બનાવે છે.
બધા જાણે છે કે રામચરણ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે. તાજેતરમાં જ તેઓ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ હાજર રહ્યા હતા. પરંતુ ચોંકાવનારી ઘટના ગયા વર્ષે બની હતી. જ્યારે તે હૈદરાબાદ ખુલ્લા પગે સિદ્ધિવિનાયકના દર્શન કરવા મુંબઈ આવ્યા હતાં અને તેણે આખા રસ્તે જૂતા અને ચપ્પલ પહેર્યા ન હતા. તે પણ પગમાં કંઈ પહેર્યા વગર ફ્લાઈટમાં આવ્યો હતો.
રામ ચરણ કરોડોના માલિક છે
GQ રિપોર્ટ અનુસાર, RRR સ્ટાર રામ ચરણ સાઉથના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. તે તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તે તેના પિતા સાથે તેના પૈતૃક મકાનમાં રહે છે. પરંતુ તેમની એકલી સંપત્તિ જ કરોડોની છે. તેમની પત્ની સાથે તેમની કુલ સંપત્તિ 2500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જેમાં તેમની કુલ સંપત્તિ 1370 કરોડ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App