આવાસ મેળવવામાં વધુ એક સુરતીએ ગુમાવ્યા 50 હજાર, ત્રણ-ત્રણ વાર ફોર્મ ભર્યું છતાં નંબર ન લાગતા…

Surat, Gujarat: સુરત શહેરના મજૂરાગેટ પર આવેલી પોલીએસ્ટર કંપનીમાં કામ કરતો યુવકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટ લેવા માટે 3 વખત ફોર્મ ભર્યા છતાં પણ તેનું ડ્રો સિસ્ટમમાં ફલેટ ન લાગતા, અંતે મિત્રની મદદથી એક યુવકની વાતમાં આવી ફલેટ લેવાના ચક્કરમાં 50950 જેટલી રકમ ગુમાવી દીધી હતી.

કાપોદ્રા પાસે ચંચળનગર સોસાયટીમાં રહેતો અને પોલીએસ્ટર કંપનીમાં કામ કરતા 33 વર્ષીય કલ્પેશ સુભાષભાઈ પાથકે PM આવાસ યોજનામાં 3 વખત ફોર્મ ભર્યું હતું. છતાં પણ તેમનું  ડ્રો સિસ્ટમમાં ફલેટ લાગતો ન હતો. જેથી આ યોજનામાં મકાન લેવા માટે એક મિત્રની મદદથી તેઓ નિર્મલ ત્રિપાઠીના સંપર્કમાં આવ્યા હતા. નિર્મલે તેમને વેસુ સુમન મલ્હારમાં ફલેટ આપવાની વાત કરી હતી. એક ફલેટના બીજા 25000ની નિર્મલે માગ કરી હતી. કલ્પેશ પાઠકે પણ આ માણસની વાતમાં આવી 2 ફલેટ લેવાના ચક્કરમાં કટકે કટકે 9 ટ્રાન્જેકશનો ઓનલાઇન કરી 50950 આપી દીધા હતા.

પછી જયારે ફલેટ આપવાની વાત આવી ત્યારે તે નાટક કરતો હતો. દિવાળીના સમયે નિર્મલના મોબાઇલ પર ફોન કરતા ત્યારે તેની પત્ની શીતલ ત્રિપાઠીએ ફોન રિસીવ કર્યો હતો. અને જણાવ્યું કે,નિર્મલ ત્રિપાઠી મરી ગયો છે. આથી તેઓ પાછો સંપર્ક કરતાં ફોન રિસીવ કરતો ન હતો. જે જગ્યા પર નિર્મલ ત્રિપાઠી રહેતો હતો તે તેનું ભાડાનું ઘર હતું અને તે ખાલી કરી તે ભાગી ગયો હતો. આખરે કલ્પેશ પાઠકે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેના કારણે  પોલીસે ઠગબાજ નિર્મલ ત્રિપાઠી સામે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોધવામાં આવ્યો છે.

છેલ્લા એક વર્ષમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ સિલાઇ મશીન આપવાના નામે વર્ષ 2022માં 5 ગુનાઓ નોધવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીની અલગ-અલગ યોજના નામે લોકો પાસેથી પૈસા પડાવવા માટે ઠગઓની ટોળકી સક્રીય થઈ છે. આની પહેલા પણ સિલાઈ મશીનના નામે ખટોદરામાં 15 હજારની ચીટીંગ, વરાછામાં 67500, કતારગામમાં 26000, અડાજણમાં 8500 અને પુણા પોલીસના વિસ્તારમાં 22500 રૂપિયા પાડવામાં આવ્યા હતા. પાંચેય ગુનામાં મોટેભાગે મહિલાઓને શિકાર બનાવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *