સુરત(Surat): શહેરના અડાજણ(Adajan)માં રિવર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને નાનપુરા(Nanpura) SNS બિલ્ડિંગના ચોથા માળે હેપ્પી હાર્ટ નામનું ક્લિનિક(Happy Heart Clinic) ચલાવી રહેલા 36 વર્ષીય પ્રણવ નુતનકુમાર વૈદ્ય તારીખ 21મીના રોજ ક્લિનિક પર હતા ત્યારે ડિંડોલી(Dindoli)માં રહેતા 60 વર્ષીય દર્દી દિલિપ આહીરે 21મી તારીખના રોજ બપોરે એક વાગ્યા બાદ ક્લિનિકમાં ચેકઅપ કરાવવા માટે આવ્યા હતા. ડોકટર દ્વારા સાંજે 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. સાંજે 4-30 વાગ્યે ડોકટર ક્લિનિક પર આવી દર્દીઓની તપાસ કરી રહ્યા હતા.
ત્યારે સાંજે 5 વાગ્યે પેશન્ટ દિલિપ તેના દીકરા વિપુલ આહીર સાથે આવી મહિલા કર્મીને કહ્યું હતું કે, મારો વારો કયારે આવશે, આથી મહિલા કર્મીએ કહ્યું કે, થોડા સમય માટે બેસો તમારો વારો આવે એટલે અંદર ડોક્ટર પાસે મોકલું, દર્દીએ સ્ટાફને કહ્યું હતું કે, અમારો વારો હતો તો પણ ડોકટર બીજા દર્દીને કેમ તપાસ કરી રહ્યા છે કહી બોલચાલી શરુ કરી હતી.
જેથી ડોકટરે દર્દી અને તેના પુત્રને ચેમ્બરમાં બોલાવી કહ્યું હતું કે, તમારી એપોઈન્ટમેન્ટ 4:30 વાગ્યાની હતી અને તમે 5 વાગ્યે આવ્યા, થોડીવાર બેસો હું તમને હમણાં બોલાવી લઉ છું, જેથી પિતા-પુત્રએ તમે મફતના પૈસા લો છો, કહી ડોક્ટર પર જ હુમલો કર્યો હતો. દિલિપ કાપડ દલાલ અને વિપુલ શાકભાજીની લારી ચલાવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના અંગે ક્લિનિકના તબીબે પોલીસ ફરિયાદ આપવામાં આવતા ડિંડોલી પોલીસે પિતા દિલિપ આહીરે અને પુત્ર વિપુલ આહીરે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.