અમદાવાદના બે ભેજાબાજોએ 108 વેબસાઈટ હેક કરી નકલી ડીગ્રી બનાવતા, જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદ(Ahmedabad): સાઈબર ક્રાઈમ (Cyber Crime)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, યુનિવર્સિટી (University)ની…

અમદાવાદ(Ahmedabad): સાઈબર ક્રાઈમ (Cyber Crime)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, યુનિવર્સિટી (University)ની વેબસાઈટ(Website) હેક(Heck) કરી બનાવટી ડીગ્રી(Degree) બનાવનાર બે હેકરની સાયબર ક્રાઈમે ધકપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ ડીગ્રીનો કારોબાર ચલાવતા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ની 30 બોગસ ડીગ્રી બની હોવાનુ સામે આવ્યુ છે. જોકે આરોપીની પુછપરછમાં હજી મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અતનુ પાત્રા અને સુંધાકર ઘોસ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ બન્ને આરોપી પાસે 108 જેટલી વેબસાઈટ હેક કરી બન્ને આરોપીએ 5854 બનાવટી ડીગ્રીઓ બનાવી વિદ્યાર્થીઓને વહેંચી હતી. અને તેઓ આ ડીગ્રી 5 થી 10 લાખમાં વેચતા હતા. જાણવા મળ્યું છે કે, તેઓ આ ડીગ્રીની કાળો કારોબાર કેટલાય વર્ષોથી ચલાવતા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ 30 બોગસ ડીગ્રી બની હોવાનો ખુલાસો થયો છે.

નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલાં ફાર્મસી ઓફ કાઉન્સિલ તરફથી સાયબર ક્રાઈમને ફરિયાદ મળી હતી કે તેમની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી થઈ રહી છે. જેની તપાસ કરતા અગાઉ સાયબર ક્રાઇમે મૃગાંક ચતુર્વેદી નામના શખ્સની ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે વેસ્ટ બંગાળના બે આરોપીને ઝડપી લીધા છે. જે આ ગુનાના માસ્ટરમાઈન્ડ છે

આરોપીઓએ વેબસાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેઓએ યુનિવર્સિટી સહીત ભારતની 108 વેબસાઇટ હેક કરી છે. અલગ અલગ 82 ડિગ્રી કોર્ષના બનાવટી સર્ટિફિકેટ બનાવ્યા હોવાના નામ સામે આવ્યા છે. સાથે જ 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ખોટી એન્ટ્રી કરવામાં આવી છે.

આ સિવાય આરોપીની માયાજાળ રજીસ્ટ્રાર ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં પણ ફેલાયેલી છે. જેમાં કોઈ ડીગ્રીની તપાસ પહોંચે તો ખોટો મેઈલ કરવામાં આવતો અને પોસ્ટમાં આરટીઆઈ આવે તો તેનો જવાબ પણ આરોપી જ કરી દેતા હોવાનો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સહીત દેશમા 5854 બનાવટી ડીગ્રી સાથે ફરી રહેલા બોગસ વિદ્યાર્થીઓ અને 44 જેટલા એજન્ટ કે જે આ બોગસ ડીગ્રી કૌંભાડમાં જોડાયેલા છે. તેમની પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *