આટલી ગરમી છતાં હવામાન વિભાગ અને અંબાલાલની ભારે વરસાદની આગાહી- જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Weather expert Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવ અને ગરમી અંગે એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ ગરમીથી ક્યારે છુટકાર મળશે. આવામાં હવામાાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ(Gujarat Weather expert Forecast) દ્વારા આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બે અઠવાડિયાથી ખૂબ ઊંચું તાપમાન ચાલી રહ્યું હતું. 24 અને 25મીના રોજ એક ડિગ્રીનો ઘડાટો નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં ફરી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવા જઇ રહી છે. 26થી 30 મે દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે. 26થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ 27, 28, 29 તારીખમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે હોય તેમ લાગી રહ્યું છે.

રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 26થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

ગુજરાતમાં ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન
ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.