‘રાણા’ને હજુ પણ રહેવું પડશે જેલમાં? જાણો દેવાયત ખવડના જામીન અંગે શું આવ્યા સૌથી મોટા સમાચાર

ગુજરાત(Gujarat): મયૂરસિંહ રાણા(MayurSingh Rana) પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack)ના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) દ્વારા ત્રણ દિવસ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં…

ગુજરાત(Gujarat): મયૂરસિંહ રાણા(MayurSingh Rana) પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack)ના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) દ્વારા ત્રણ દિવસ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેને કારણે દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. પરંતુ જો દેવાયત ખવડને રાજકોટ(Rajkot) કોર્ટ દ્વારા જામીન નહીં આપવામાં આવે તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ હાલમાં જેલ હવાલે છે.

મહત્વનું છે કે, રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો દાખલ થયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા પછી દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસને સામેથી સરેન્ડર કર્યું હતું. જે પછી દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 19મી ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવતા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ એ ડિવિઝન પોલીસ દ્વારા કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ નજીક રેકી કર્યાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા યુવક દ્વારા દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *