ગુજરાત(Gujarat): લોક ગાયક દેવાયત ખવડ(Devayat Khavad) મારા મારીના ગુનામાં છેલ્લાં સાત દિવસથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે ભગર્ભમાં ઉતારી ગયેલા દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ(Rajkot)માં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. ત્યારે આ બધાની તો બીજી બાજુ મયુરસિંહ રાણા(Mayursinh Rana)ના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડની પોલીસ સાથે સાઠગાંઠનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાલમાં તો અંડરગ્રાઉન્ડ દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે.
પરિવારજનોએ આપી આંદોલનની ચીમકી:
મહત્વનું છે કે, મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો દેવાયત ખવડ હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુરસિંહ રાણાના પરિવાર દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું છે કે, આગામી 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલન શરુ થશે.
આગોતરા જામીન અરજી રજૂ કરી:
મહત્વનું છે કે, લોક સાહિત્યકાર અને “રાણો રાણાની રીતે” ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ-સાત દિવસથી ફરાર છે. ઉલ્લેખનીય છે કે, અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યારે આ સમગ્ર મામલા અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી છ-સાત દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડ દ્વારા તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો:
રાજકોટમાં એક યુવાન પર ધોળાદિવસે જીવલેણ હુમલો કરવામાં લોકગાયક દેવાયત ખવડનું નામ સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, દેવાયત ખવડે તેના બે માણસો સાથે મળીને દિનદહાડે રાજકોટના સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો છે. જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે લોખંડના પાઇપ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને અસહ્ય માર માર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ રાણાને ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના અંદાજે બપોરના ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જાણવા મળ્યું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર અચાનક દેવાયત ખવડ અને અન્ય બે અજાણ્યા યુવકો પાઇપ લઈને તૂટી પડ્યા હતા. આ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.