ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP એ રથયાત્રામાં કર્યું એવું કામ કે અમદાવાદીઓ કરી રહ્યા છે વખાણ

ABVP Seva in Rathyatra: આજરોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ની 146 મી રથયાત્રા યોજાઇ રહી છે. સાથે જ રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ રહી છે. ત્યાં રસ્તા પર કચરો પણ જોવા મળતો હોય છે જેને લઈને ABVP એટલે કે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રા રૂપ પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જેમ જેમ રૂટ પરથી રથો પસાર થતા જાય છે તેમ તેમ રૂટ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકરો શ્વેત છે સાફ-સફાઈ કરી રહ્યા છે.

આ અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2019 થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા રથયાત્રા દરમિયાન સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષે જ્યારે રથયાત્રા પસાર થાય તે રૂટ ઉપરથી જે પણ કચરો થાય તે કચરો વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા પોતે જ સાફ કરવામાં આવે છે.

વર્ષ 2019 અને 2022 માં સાફ સફાઈ અભ્યાન ચાલ્યું હતું. તો વર્ષ 2020 અને 2021 માં કોરોના કાળના કારણે રથયાત્રા નીકળી શકતી નથી. જેથી તે દરમિયાન સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું ન હતું. આ વર્ષ અત્યારથી રથયાત્રા યોજાઇ રહી છે ત્યારે યુવાનો દ્વારા રથયાત્રા પસાર થાય બાદ રસ્તા પર સાફ-સફાઈ કરવામાં આવી છે. સામે આવતા વિડિયો ફોટોમાં જોઈ શકાય છે કે જ્યાં હાથમાં ઝાડુ લઈને યુવાનો રથયાત્રા રૂટની સફાઈ કરી રહ્યા છે.

અંગે ABVP ના નેતા નેતા ઉમંગ મોજીદરાએ જણાવ્યું હતું કે કચરો સાફ કરવાની નૈતિક જવાબદારી છે. જેથી વિદ્યાર્થી પરિષદના કાર્યકરો 2019 થી અભિયાન ચલાવી રહ્યા છે. કોઈપણ શરમ વગર અમે રોડ પર જાડુ લઈને કચરો સાફ કરીએ છીએ. આ વર્ષે પણ 150 થી વધુ કાર્યકરો રથયાત્રાના રૂટ પર જાડુ સાથે રોડ પર ઉતાર્યા છે. જેમ જેમ રથ આગળ વધશે તેમ તેમ પાછળથી ખાલી પડેલી જગ્યા પર ABVP સંગઠનના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *